નર્મદામાં લાખો મેટ્રિક ટન માટી અને રેતી ચોરીના કૌભાંડમાં સીબીઆઈ તપાસની માંગ

0
19

નેતાઓ અને અધિકારીઓની મિલિભગતને લઈને સીબીઆઈ તપાસની માંગ 

કોંગ્રેસ ધારાસભ્ય અને બીટીપી બંને દ્વારા તટસ્થ તપાસની માંગ કરાઈ : માટી કૌભાંડમાં પૂર્વ જિલ્લા કલેક્ટર અને ભાજપના નેતાનો પુત્ર મોન્ટુ પર આક્ષેપ

રાજપીપળા : નર્મદા જિલ્લાના પોઇા ભાઠા માંથી કરોડો ની રેતી ઉલેચી જવાના કૌભાંડ બાદ બીજું એક માટી કૌભાંડ જે કેવડિયા ખાતે બની રહેલ ટ્રાયબલ મ્યુઝિયમ ની જગ્યામાંથી 5.75 લાખ મેટ્રિક ટન માટી ચોરી થઈ જે અંગે ખાણખનીજ વિભાગના માઇન્સ સુરવાઇઝ દીપેશ દિવેટિયા એ ગરુડેશ્વર પોલીસને અરજી આપી જોકે આ તાપસનો રેલો ગાંધીનગર સુધી પહોંચ્યો છે મુખ્ય મંત્રીએ પોઇચા અને ગરુડેશ્વર રેતી,માટી બંને કૌમ્ભાડની તપાસ સોંપી છે. પરંતુ આ કૌંડની તપાસ સીબીઆઈને સોંપાય એવી માંગ નાંદોદ ધારાસભ્ય પીડી વસાવા અને બીટીપીના જિલ્લા અધ્યક્ષ બહાદુર વસાવા એ કરતા રાજકારણ ગરમાયુ છે, બહાદુર વસાવા એ પોતાના લેટરપેડ પર માટી કૌભાંડમાં પૂર્વ કલેક્ટર આર.એસ નિનામા અને પૂર્વ ભાજપ અગ્રણી દિનેશભાઇનો છોકરો મોન્ટુ હોવાના આક્ષેપ થી ભાજપ આગેવાનો અને અધિકારીઓમાં સોપો પડી ગયો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પોતે ભલે ખાતો નથી અને ખાવા દેતો નથી એમ કહે જો કે તેઓ ખાતા નહીં હોય પણ નર્મદા જિલ્લાનાં રેતી અને માટી ભૂખ્યાં ભાજપના કેટલાક નેતા અને અધિકારીઓએ નરેન્દ્રભાઈ મોદીનાં સ્વપ્ન સમાન ટ્રાયબલ મ્યુઝિયમમાંથી 7.13 કરોડની કિંમતની 4.75 લાખ મેટ્રિક ટન માટી ચોરી ગયા.અને પોઇચા માંથી 5000 હાઇવા અંદાજિત 4.5 કરોડ ની કિંમતના હોય આ બંને કૌભાંડ માટે એકની પોલીસમાં ફરિયાદ ખાણ ખનીજ વિભાગે આપી છે જયારે બીજી ફરિયાદ હવે ક્યારે આપે છે એ જોવું રહ્યું.જોકે આશ્ચર્યની વાત તો એ છે કે હજારો હાઇવા માટી નીકળી જેમાં જો સ્ટેચ્યુના રોડ માં પુરાણ કરાયું તો આટલી રોયલ્ટી કોને ઇસ્યુ કરી, ડિસેબર 2018 માં ખાણ ખનીજ વિભાગે સર્વે કરાવ્યો સાત ટેકરી પરથી ચોરાયેલી માટીનો અંદાજ કાઢ્યો પછી જાન્યુઆરીમાં કેમ ફરિયાદ ના કરી…? કેમ હાલ મેં મહિનામાં ઊંઘ ઉડી…? આવા અનેક પ્રશ્નો ખાણ ખનીજ વિભાગ પર ઉઠી રહ્યા છે. જો પોલીસ તપાસ કરશે તો પહેલો ગાળીયો ખાણખનીજ વિભાગ ના ગળે ભેરવાશે જેવી શક્યતાઓ દેખાઈ રહી છે.

આજે આદિવાસી મ્યુઝિયમ બની રહ્યું છે જેમાં માટી ચોરી અને પોઇચા ખાતે થી રેતી ખનન થયું જે ગંભીર બાબત છે, સ્થાનિક નેતાઓ તપાસ અધિકારીઓ પર દબાણ કરે એના કરતા સીબીઆઈને તપાસ સોંપાઈ એ જરૂરી છે અને જે પણ નેતા હોય કે અધિકારી આમાં સંડોવાયેલો હોય તેની સામે કડક પગલાં ભરવા જોઈએ >>> પી.ડી.વસાવા,નાંદોદ ધારાસભ્ય

ગરુડેશ્વર આદિવાસી મ્યુઝિયમ સર્વે નંબર 235/1/બ પૈકીની 1 લાખ ચોરસ મીટર જમીનમાંથી 7.13 કરોડની કિંમતની 4.75 લાખ મેટ્રિક ટન માટી ચોરી કોઈ અજાણ્યા શકશો કરી ગયા હોવાની ખાણ ખનીજ વિભાગે ફરિયાદ આપી છે જેમની અરજી માં જરૂરી પુરાવા અને માહિતી નથી જેથી તેમની સાથે પરામર્શ કરી જરૂરી વિગત ભેગી કરી તપાસ કરી ફરિયાદ નોંધાશે હાલ તપાસ ચાલુ છે. ખાણ ખનીજ વિભાગ પાસે અન્ય માહિતી માંગી છે. >>>અચલ ત્યાગી એ.એસ.પી કેવડિયા

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY