દેવભૂમિ દ્વારકા,
તા.૯/૩/૨૦૧૮
યાત્રાધામ દ્વારકામાં આવેલા નાગેશ્વરમાં સરકારી જમીનના ખોટા દસ્તાવેજા બનાવીને જમીનના પ્લોટ પાડી વેચી નાખ્યાના કોભાંડનો પર્દાફાશ થયો છે એક દસકા પૂર્વે કરેલા કોભાંડનો છેક હવે ખુલાસો થયો છે અને આ મામલે તલાટી કમ મંત્રીએ ૧૬ શખ્શો સામે ગુન્હો નોંધાવતા ચકચાર મચી છે.
ઓખા મંડળમાં આવેલા સુપ્રસિદ્ધ ધર્મસ્થળ એવા નાગેશ્ર્વર મંદિર વિસ્તારમાં આવેલી અને કિંમતી બની ગયેલી સરકારી જગ્યા પર પુજારી પરિવાર સહિતના શખ્સોની નજર બગડી હતી. નાગેશ્વર વિસ્તારની કુલ ૪૮૭૭ ચોરસ મીટર સરકારી જગ્યા પર તા.૨-૨-૨૦૦૭ થી તા.૯-૪-૨૦૧૦ સુધીના ત્રણ વર્ષના જમીન અંગેની ખોટી વેરા પહોંચો જેવા દસ્તાવેજા બનાવી તેના આધારે સ્થાનિક સબ રજીસ્ટ્રાર કચેરીમાં અધિકારી સમક્ષ આવીને ખોટા દસ્તાવેજાના આધારે જમીનની લે-વેંચ કરવામાં આવી હોવાનું કૌભાંડ ખુલ્યું છે. આ પ્રકરણમાં સમયાંતરે પંદર જેટલા દસ્તાવેજા બનાવી, ગુનો કરવા સબબ આ પંથકના તલાટી-મંત્રી નેહલબેન કમાભાઇ લધાએ નાગેશ્વરરના રહેવાસી અને મંદિરના પુજારી પરિવારના મનાતા મિનાબેન દિનેશભાઇ ગોસ્વામી, દિનેશભારથી લીલાભારથી ગોસ્વામી, દાના પ્રાણજીવન અગ્રાવત, જેન્તી ભુલા અગ્રાવત, નરશી બુધા અગ્રાવત, ગોરધન સુખરામ અગ્રાવત, પ્રભુદાસ ખીમા અગ્રાવત, ભીમજી કુરજી રાઠોડ, માકીબાઇ કારૂભા સુમણીયા, મણીબાઇ ભીખાભા સુમણીયા, પત્રામલભા બાલુભા સુમણીયા, સુરીબાઇ ભોજાભા સુમણીયા, રાણાભા ગગાભા સુમણીયા અને ટપુભા ગગાભા સુમણીયા નામની સોળ વ્યક્તિઓ સામે મીઠાપુર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"