પ્રેમસંબંધમાં બંધાયેલ કાકી-ભત્રીજાએ ઝેરી દવા પી લેતા ચકચાર

0
85

રાજકોટ,
તા.૯/૩/૨૦૧૮

જામકંડોરણા તાલુકાના અડવાળ ગામે એક ખેતરમાં ઘઉંના પાકમાં ચાલી રહેલ હારવેસ્ટર દ્વારા કાપણી વેળાએ સ્ત્રી પુરુષના મૃતદેહ મળી આવ્યાં હતાં. સ્ત્રી પુરુષના મૃતદેહો કોહવાયેલી અને જાનવરોએ ફાડી ખાધેલી હોવાનું ધ્યાને આવતાની સાથે જ આ બનાવની જાણ જામકંડોરણા પોલીસને કરવામાં આવતા પોલીસે ઘટનાં સ્થળે દોડી જઈને તપાસ હાથ ધરીને બંને મૃતદેહોને ફોરેન્સક તપાસ અર્થે રાજકોટ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

બનાવના સ્થળે પોલીસે હાથ ધરેલ પ્રાથમિક તપાસ દરમિયાન મૃતદેહો નજીકથી ઝેરી દવાની ખાલી બોટલ મળી આવી હતી. પોલીસે મૃતકોની ભાળ મેળવવાના હાથ ધરેલા પ્રયોસો દરમિયાન મૃતકો અડવાળ ગામેથી ૧૮ દિવસ પહેલાં ગુમ થયેલા ખાંટ જ્ઞાતિના અનીલ મકવાણા અને કાજલ મકવાણા નામના કૌટુંબિક કાકી-ભત્રીજા હોવાની વિગતો ખુલવા પામી હતી. મૃતક બંને કાકી-ભત્રીજા વચ્ચે પ્રેમસબંધ બંધાયો હોવાથી બંનેએ સજાડે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હોવાની દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY