પાટીદાર શહિદ યાત્રા મોરબીમાં, હાર્દિક પટેલ રહ્યો ઉપસ્થિત

0
8

મોરબી,તા.૧૧
પાટીદાર અનામત આંદોલન સમિતિ આયોજિત પાટીદાર શહીદ યાત્રા મોડી રાત્રે મોરબી શહેરમાં પ્રવેશી હતી. આ શહીદ યાત્રા દરમિયાન મોરબીમાં પાટીદાર યુવાનોએ શહીદ યુવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ યાત્રામાં દિલીપ સાંબવા તેમજ હાર્દિક પટેલે ઉપસ્થિત રહી પાસ કાર્યકરોનો જુસ્સો વધાર્યો હતો.
મોરબીમાં પાટીદાર શહીદ યાત્રાનું આગમન થયા બાદ મોડી સાંજે આ યાત્રા શહેરના વીસી ફાટક, રેલવે સ્ટેશન, નવલખી રોડ, વાવડી ચોકડી, પંચાસર રોડ, રાજપર કેનાલ રોડ, અવધ સોસાયટી, ચિત્રકૂટ સોસાયટી અને જીઆઇડીસી નાકે થઈને સરદાર પટેલની પ્રતિમા, બાપાસિતારામ ચોક સહિતના વિસ્તારોમાં ફરી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY