કેલિફોર્નિયામાં ટીવી સ્ટોરમાં ઈ-સિગારેટથી આગ લાગી…!!

0
28

કેલિફોર્નિયા,તા.૨૯
કેલિફોર્નિયાના એક ટીવી સ્ટોરના સીસીટીવી કેમેરામાં કંઈક એવું બન્યું કે લોકો ઈ-સિગારેટથી દૂર રહેશે. સિગારેટ પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. સિગારેટથી વધારે નુકસાન ન થાય એટલે લોકો ઈ-સિગારેટ પીવે છે. પરંતુ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોએ જણાવ્યું છે કે લોકોએ હવે ઈ-સિગારેટથી દૂર રહેવાની જરૂર છે.
શનિવારે ૨૪ વર્ષિય મોહમ્મદ અબ્દહદી કેલિફોર્નિયાના આનાહિમમાં ૐડ્ઢ્‌ફના આઉટલેટ સ્ટોરમાં ટીવી ખરીદવા આવ્યા હતાં. પરંતુ જ્યારે તેઓ પોતાની પસંદ મુજબ ટીવી શોધી રહ્યા હતાં તે સમયે તેમના ખિસ્સામાં રાખેલી ઈ-સિગારેટમાં વિસ્ફોટ થયો હતો. ત્યારબાદ તેમના પેટના ભાગે લાગેલી આગને બુઝાવવા માટે તેઓ વોશરૂમ તરફ ભાગે છે.
મીડિયા રિપોર્ટસ મુજબ, ઈ-સિગારેટ ફાટી તે મોહમ્મદ અબ્દ હદ્દી માટે ખૂબ જ ઘાતક સાબિત થયુ છે. આ દુર્ઘટનામાં તેમના પગનો મહત્તમ ભાગ બળી ગયો. એટલું જ નહીં, તેમના પ્રાઈવેટ પાર્ટસને પણ નુકસાન થયું છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY