અન્ય દેશોની સરખામણીએ એચ૧-બી વિઝા માટે સૌથી વધુ ભારતીયો આવેદન કરે છે
વાશિંગ્ટન,તા.૨૯
અમેરિકાએ એચ૧-બી વિઝાની પ્રીમિયમ પ્રોસેસિંગ પર લાગુ અસ્થાયી પ્રતિબંધ પાંચ મહિના (ફેબ્રુઆરી) સુધી લંબાવ્યો છે. અમેરિકાની સિટીઝનશિપ અને ઇમિગ્રેશન સર્વિસે (યુએસસીઆઇએસ)એ મંગળવારે આ જાહેરાત કરી હતી. આ નિર્ણય પહેલેથી જ પેન્ડિગ પડેલી અરજીઓનો ઉકેલ લાવવા માટે લેવામાં આવ્યો છે. એચ૧-બી વિઝા આઇટી કંપનીમાં નોકરી કરવાની ઇચ્છા ધરાવતા ભારતીયોમાં લોકપ્રિય છે.
પ્રીમિયમ પ્રોસેસિંગ પર પ્રતિબંધ માર્ચ ૨૦૧૮માં લગાવવામાં આવ્યો હતો, જે ૧૦ સપ્ટેમ્બરના રોજ પુર્ણ થવાનો હતો. એચ૧-બી વિઝા એપ્લિકેશનની સામાન્ય પ્રક્રિયા પૂર્ણ થવામાં છ મહિનાનો સમય લાગે છે. વળી, પ્રીમીયમ પ્રોસેસિંગ ૧૫ દિવસમાં પૂર્ણ થઇ જાય છે. જે માટે ૧૧૧૫ ડોલર (૮૬ હજાર ૧૮૧ રૂપિયા) ફી લાગે છે. પ્રીમિયમ પ્રોસેસિંગમાં કેટલીક કંપનીઓને લાંબી પ્રક્રિયામાં છૂટ મળે છે.
એચ૧-બી વિઝા પહેલા ત્રણ વર્ષ માટે આપવામાં આવતા હતા. તેની અવધિને લંબાવવાનો વિકલ્પ રહે છે. તેને વધુમાં વધુ છ વર્ષ માટે કરી શકાય છે.
જુલાઇ ૨૦૧૭માં અમેરિકન અધિકારીઓએ એક રિપોર્ટ જાહેર કર્યો હતો. જેમાં અન્ય દેશોની સરખામણીએ એચ૧-બી વિઝા માટે સૌથી વધુ ભારતીયો આવેદન કરે છે.
યુએસસીઆઇએસના આંકડા અનુસાર, ૨૦૦૭થી ૨૦૧૭ સુધી ભારતીયોને એચ૧-બી વિઝા માટે ૨૨ લાખ આવેદન આપવામાં આવ્યા હતા. ત્યારબાદ ચીનનો નંબર આવે છે, ત્યાંથી ત્રણ લાખ આવેદન કરવામાં આવ્યા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



