ન્યુ દિલ્હી,તા.૨૨
હાઇ-પ્રોફાઇલ ટૂ-જી સ્પેક્ટ્રમ ફાળવણી કેસમાં કેટલાક સ્થાપિત હિતો પ્રોક્સી દ્વારા ખોટા, હલકા તેમ જ વાહિયાત આક્ષેપો કરીને મારી પાછળ પડી ગયા છે, એમ કાળાં નાણાંને ધોળા કરવાના એરસેલ-મેક્સીસ કેસની તપાસ કરી રહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ના એક અધિકારીએ સુપ્રીમ કાર્ટમાં ધા નાખીને જણાવ્યું હતું.
ઇડીના સંયુક્ત ડિરેક્ટર રાજેશ્ર્વર સિંહે ૨૦મી જૂને રજનીશ કપૂરની સામે કોર્ટ સમક્ષ અપરાધિક અવજ્ઞા અને તિરસ્કારની અરજી કરી હતી. તેમણે તાજેતરમાં રાજેશ્ર્વર સિંહ સામે ફરિયાદ કરતાં આક્ષેપો કર્યા હતા કે આ અધિકારી પાસે આવકના પ્રમાણમાં અસંગત મિલકત છે.
સુપ્રીમ કોર્ટે કપૂરની જાહેર હિતની અરજી (પીઆઈએલ) સ્વીકારી હતી. સુપ્રીમ કોર્ટે ઇડીના આગેવાન તપાસ અધિકારી તરીકે થોડાક વર્ષો અગાઉ આ અધિકારીની નિમણૂક કરી હતી. ઇડીના અધિકારી સિંઘે અરજીમાં આક્ષેપ કર્યો છે કે મારી તપાસને લીધે કેટલીક વ્યક્તિઓ, કોર્પોરેટ ક્ષેત્રની વ્યક્તિઓ, લોબિસ્ટ, ભ્રષ્ટ, બેઈમાન તેમ જ અપ્રમાણિક વ્યક્તિઓ થાકી, કંટાળી ગયા છે. તેમની પાસે વખત હોવાથી મારી સામે ખોટી ફરિયાદો કરે છે.
મારી સામેની જાહેર હિતની નવી અરજી જૂના અને નિષ્ફળ આક્ષેપોનું ફીંડલું છે. એરસેલ-મેક્સિસ કેસ અને ટૂ-જી સ્પેક્ટ્રમ કેસની તપાસ પૂર્ણતાને આરે લાવવામાં વિલંબ કરવાનો નિર્લજ્જ અને બેશરમ પ્રયામ છે.
સિંહે કહ્યુ કે મારી સામેના આક્ષેપો કંઈ નવા નથી કારણ કે નવેસરથી કોઈ પુરાવા જ્ડયા નથી. આશરે ૭ વર્ષ અગાઉ પણ આવકના પ્રમાણમાં અસંગત મિલકતના આક્ષેપો મૂકાયા હતા. મારા સંગઠન ઇડી, સીબીઆઇ તેમ જ સેન્ટ્રલ વિજિલન્સ સમિતિ (સીવીસી)એ મને તપાસ બાદ સ્વચ્છતાનું પ્રમાણપત્ર આપ્યું હતું.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





