સરકારી વીજ કંપનીઓના રૂ. ૪૪૩ કરોડનાં માફ કરાયેલા લેણાં ગ્રાહકો પાસેથી નહિ વસૂલાય

0
11

ગાંધીનગર,તા.૨૨
ગુજરાત સરકારની ચાર વીજવિતરણ કંપનીઓના બાકી લેણાંની વસૂલાત પછી આશરે રૂ.૪૪૩ કરોડનાં લેણાં માંડવાળ કરવાના બાકી રહે છે, જર્ક દ્વારા આ ભારણ ગ્રાહકો ઉપર નહીં નાખવાની અને રાજ્ય સરકારની કંપની જીયુવીએનએલએ પોતે ઉપાડવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી. છતાં એવો ડર વ્યક્ત થઈ રહ્યો છે કે, રાજ્ય સરકાર આડકતરી રીતે ભાવવધારો દ્વારા સલવાયેલાં આ લેણાં વીજગ્રાહકો પાસેથી વસૂલશે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારની ચાર વીજવિતરણ કંપનીઓ- ઉત્તર ગુજરાત વીજ કંપની, મધ્ય ગુજરાત વીજકંપની, દક્ષિણ ગુજરાત વીજ કંપનીઓએ વીજબિલ નહીં ભરનારા તથા વીજળીની ચોરી કરનારા કુલ ૭,૦૭,૮૦૫ જેટલા વીજગ્રાહકોના જાડાણ તા. ૩૧-૮-૨૦૧૭ની સ્થિતિએ કાપી નાખ્યા હતા આ ૭.૦૭ લાખ વીજગ્રાહકો પાસેથી રૂપિયા ૧,૧૦૨ કરોડની જંગી વસૂલાત બાકી નીકળતી હતી.
આ લેણાં વસૂલવા માટે રાજ્ય સરકાર દ્વારા ઓક્ટોબર ૨૦૧૭માં સમાધાન યોજના મુકવામાં આવી હતી, જે અંતર્ગત રૂપિયા ૬૫૯ કરોડની વસૂલાત થઈ હતી.અને બાકીનાં રૂ.૪૪૩ કરોડનાં લેણાં માફ કરવાના યાને માંડવાળ કરવાના થાય છે. આ સંદર્ભે ચાર વીજ વિતરણ કંપનીઓ તરફથી જર્ક સમક્ષ પિટિશન થઈ હતી, જે તાજેતરમાં જર્ક દ્વારા એમ કહીને ફગાવી દેવાઈ છે કે, આ મામલામાં જર્કને કોઈ અધિકાર નથી, અલબત્ત, આ સુનાવણી વખતે વીજ નિષ્ણાતે દહેશત વ્યક્ત કરી હતી. કે આજે નહીં તો કાલે આ માફ કરાયેલાં લેણાં બીજી રીતે ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવશે, આ અનુસંધાને જર્ક દ્વારા એવો આદેશ થયો છે કે, રૂ.૪૪૩ કરોડનું ભારણ સરકારની કંપની યુજીવીસીએનએલએ પોતે વેઠવું જાઈએ, વીજગ્રાહકો પાસેથી આ ભારણ કોઈ રીતે વસૂલ થવું ના જાઈએ.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY