ઇંડા હાર્ટ માટે ફાયદાકારક

0
144

ઈંડા આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે તેવું તારણ અભ્યાસમાં વારંવાર આપવામાં આવ્યું છે. હવે ફરીએકવાર આવું તારણ અમેરિકાનાં નિષ્ણાંતે આપ્યું છે. તેમણે કહ્યું છે કે, હાર્ટ માટે ઈંડા આદર્શ છે. અમેરિકાનાં ઈંડા સાથે સંબંધિત નિષ્ણાંત ડા. ડોન મેકનામારાએ ભારપૂર્વક કહ્યું છે કે, ઈંડાને લઈને લોકોમાં ઘણી ખોટી માન્યતાઓ પ્રવર્તે છે. ઈંડા ખતરનાક છે તેવું તારણ ઘણાં અભ્યાસમાં આપવામાં આવી ચૂક્યું છે પરંતુ હવે ઈંડા હાર્ટ માટે આદર્શ હોવાની વાત કરવામાં આવી છે. હાર્ટ ફાઉન્ડેશને પણ પોતાની પ્રતિક્રિયા અગાઉ આપી હતી. એક સપ્તાહમાં છ ઈંડા અગાઉ ખાવા જાઈએ તેવી સલાહ આપવામાં આવી હતી. વરિષ્ઠ લોકો ઈંડા ખાતા ભય અનુભવે છે કારણ કે ૪૦થી વધુની વયમાં ડાયટ અને કોલેસ્ટેરોલને લઈને મોટી વયનાં લોકો ચિંતિત રહે છે પરંતુ અમેરિકાનાં આ નિષ્ણાંતે કહ્યું છે કે, નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, તમારી ખાવાની ચીજ-વસ્તુઓમાંક કોલેસ્ટેરોલ હાર્ટની તકલીફ માટે જાખમમાં ઉમેરો કરતાં નથી. ઈંડામાં ઘણાં મહત્વપૂર્ણ ઘટક તત્વો રહેલાં છે. ઈંડામાં લુટીન નામનું તત્વ રહે છે જે શરીરમાં ઘણી ખામીઓને દૂર કરે છે. અમેરિકાનાં આ નિષ્ણાંતે કહ્યું છે કે, બ્રેકફાસ્ટમાં ઈંડાનો ઉપયોગ કરનાર લોકો વધુ સ્વસ્થ અને વધુ લાંબુ આયુષ્ય ધરાવે છે, આવા લોકોમાં બપોરનાં ભોજનમાં જમવાનો ખતરો પણ રહેતો નથી. તેમનું કહેવું છે કે, ઈંડામાં સર્વોચ્ય ક્વાલિટીનાં પ્રોટીનનાં તત્વો રહે છે તેમાં દરેક પ્રકારનાં વિટામિન અને ખનીજ તત્વો રહેલાં છે. ઈંડા ખાનાર લોકોને માત્ર વિટામિન-સીની જરૂર રહે છે. આ વર્ષની શરૂઆતમાં હાર્ટ ફાઉન્ડેશન દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી જેમાં પોતાની માર્ગદર્શિકામાં સુધારા કર્યા હતાં અને એક સપ્તાહમાં છ ઈંડા ખાવાની સલાહ આપવામાં આવી હતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY