(સંપૂર્ણ સમાચાર સેવા)
નવીદિલ્હી,
કાયદા મંત્રાલયે ચૂંટણી પંચની સાથે મળીને એવો અંદાજ મુક્યો છે કે, જા લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજવામાં આવે તો માત્ર વોટિંગ મશીન અને વીવીપેટ ઉપર જ જંગી ખર્ચ થઇ શકે છે. આ મશીનોના ૧૫ વર્ષની જીવન અવધિને ધ્યાનમાં લેવામાં આવે તો જંગી ખર્ચ થઇ શકે છે. દરેક ચૂંટણીમાં ૩૦૦૦ કરોડ રૂપિયા માત્ર નવા મશીનો ખરીદવા ઉપર ખર્ચ કરવા પડી શકે છે. છેલ્લી લોકસભાની ચૂંટણીમાં સરકારે કુલ ૩.૪ હજાર કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક વખત લોકસભા અને રાજ્યવિધાનસભાની ચૂંટણી એક સાથે યોજવા માટેની તરફેણ કરી ચુક્યા છે. એકબાજુ આના માટે રાજકીય સહમતિ સાધવાના પ્રયાસ થઇ રહ્યા છે. ત્યારે બીજી બાજુ ચૂંટણી પંચ અને અન્ય સંબંધિત વિભાગો દ્વારા આની સાથે જાડાયેલી જુદી જુદી બાબતો ઉપર કામ કરી રહ્યા છે. કાયદા મંત્રાલયે ચૂંટણી પંચથી વાતચીત કરીને વોટિંગ મશીન અને વિવિપેટનો હિસાબ પણ લગાવ્યો છે. આ મુજબ આ સમયે ચૂંટણી પંચની પાસે ૧૪.૮૭ લાખ બેલેટ યુનિટ અને ૧૪.૬ લાખ સેન્ટ્રલ યુનિટ ઉપલબ્ધ છે. ૧૫ વર્ષ વોટિંગ મશીનની અવધિ રહે છે. ૩.૪ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ છેલ્લી લોકસભાની ચૂંટણી ઉપર કરવામાં આવ્યો હતો. ૨૦૦૦ કરોડની મશીનોની જરૂર પડી શકે છે. ૪.૫ હજાર કરોડ રૂપિયાના વોટિંગ મશીન માટેના ઓર્ડર આપવામાં આવી ચુક્યા છે. આગામી દિવસોમાં સરકાર લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજવાની દિશામાં આગળ વધી શકે છે. ૯.૩-૯.૩ લાખ બેલેટ યુનિટ અને સેન્ટ્રલ યુનિટ ૨૦૦૬ના છે જેથી તેમને પણ બદલવાની જરૂર રહેશે. આવી જ રીતે ભવિષ્યમાં ઉપયોગ માટે ૫.૫ લાખ બેલેટ યુનિટ અને ૫.૩ લાખ સેન્ટ્રલ યુનિટ છે. આવી સ્થતિમાં એક સાથે ચૂંટણી યોજવા માટે તરત ૨૨.૪૩ લાખ બેટેલ યુનિટની જરૂર રહેશે. ૧૮.૭ લાખ સેન્ટ્રલ યુનિટ અને ઓછામાં ઓછા ૨૫૦૦૦ વીવીપેટ યુનિટની જરૂર રહેશે. એક સાથે ચૂંટણી યોજવાના મુદ્દા પર રાજ્યના જુદા જુદા રાજકીય પક્ષોમાં વાતચીત ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક વખત જાહેરમાં આ મુજબની વાત કરી ચુક્યા છે. મોદીએ લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજવાની વાત કર્યા બાદથી દેશભરમાં રાજકીય વર્તુળોમાં તથા રાજકીય પંડિતોમાં આને લઇને ચર્ચા છેડાઈ ગઈ છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"