“એક વિચાર”

0
192

જાતિવાદનુ નિવારણ ન થાય તો હિંદુ ધર્મ બચી શકે તેમ નથી. આ મૂળભૂત બાબત સમજવામાં હિંદુ ધર્મના લોકો 50 વર્ષ મોડા પડયા છે. 

— ગુણવંત શાહ ના પુસ્તક “ઈશ્વર અલ્લા તેરા નામ’ પુસ્તકમાંથી
‘હિંદુ કાર્ડ’ એટલે મુસ્લિમો પ્રત્યે દ્વેષ નહિ પરંતુ હિંદુઓ પ્રત્યેનો સાચો પ્રેમ, બંઘુત્વ,અને સમાનતા. આ બે બાબતે હિન્દુઓ ને સ્વામી વિવેકાનંદને પણ હરાવી દીધા. સ્વામિ વિવેકાનંદે કહેલુ કે જે દિવસે ઘેન મા સુતેલી બીજા, ત્રીજા અને ચોથા વર્ણ ના લોકો જાગી જશે એ દિવસે તમે આ દેશ મા સહકાર ગુમાવી દેશો.
સ્વામી સચ્ચિદાનંદે પોતાના પુસ્તક “અધોગતિ નું મુળ કારણ વર્ણવ્યવસ્થા”
આ બાબતે સ્પષ્ટ સૂચનાઓ આપેલી છે કે ઘણું મોડું થયું છે. અને કહ્યું વિશ્વમાં ફક્ત હીન્દુ ઘર્મ જ એવો ઘર્મ છે. કે જેમાં લોકોને લાવવા માટે મનાવવા પડે છે. જ્યારે બાકી ના ઘર્મ લોકો સામે ચાલી ને અંગીકાર કરે છે. જેનું મુખ્ય કારણ હીન્દુ ધર્મ ની ભાગાકારવાળી વૃત્તિ જવાબદાર છે .
સ્વામી સચ્ચિદાનંદએ પોતાના સંકલિત ભાષણ ‘દ લાસ્ટ ટ્રેન’ માં જાતિવાદી લોકોને સલાહ આપેલી કે, જેટલી બની શકે એટલી તિવ્ર ગતિથી સમાનતાની ટ્રેન પકડી લો. બહુ નજીકના ભવિષ્યમાં વંચિતો તમારી સાથે સંઘર્ષમાં ઉતરશે. પછી તેમને રોકવા મુશ્કેલ પડશે. કોઠીમાં મ્હોં ઘાલી રડવાના દિવસો આવશે..
સ્વામી વિવેકાનંદએ પણ બ્રાહ્મણો ને સલાહ આપેલી કે હે બ્રાહ્મણો તમે શોષિત લોકોના સન્માનની સામાજિક ન્યાયની લડત લડવા લાગો નહી. તો તમારી ભાવી પેઢીઓ પર અંધારું છવાઇ જશે..
પણ જાતિવાદી લોકોએ આજ સુધી સચ્ચિદાનંદ ને કે વિવેકાનંદને ગણકાર્યા નથી. તેમની સલાહને કચરાપેટીમાં ‘બાવાના બોલ’ ગણી ફેંકી દીધી છે.
હિંદુઓની સંખ્યા હવે ઘટવા લાગી છે. હિંદુઓ ચિંતિત છે. દેશને હિંદુ રાષ્ટ્ર બનાવવામાં બુદ્ધ, પેગંબર, જીસસ વગેરે નડતર રુપ બન્યા છે.
વગર હથિયારે પણ બુદ્ધ,પેગંબર, જીસસ વિશ્વના અને ભારતના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
મુંગા પશુઓ પર બિરાજતા હાથોમાં લોહી નીતરતા તલવાર, ભાલા,ત્રિશૂળ જેવા હથિયાર સાથે હિંસક એવા હિંદુ દેવી દેવતા શું કરુણા, અહિંસા, પ્રેમ, બંધુત્વ,શાંતિ ના દુત એવા મહંમદ પયગમ્બર,બુઘ્ઘ, ઈશા મસીહ નો સામનો કરી શકશે

ન્યુ સ્ટોરી…….!

ભારત સરકારને કાયદામંત્રી શ્રી રવિશંકર પ્રસાદ ને જુગાર અને સટ્ટાબાજી ને કાયદેસરતા આપવા આયોગે કરેલી ભલામણ સામાજીક અનૈતિકતા નોંતરશે –
——–
વિવિધ આયોગ દ્વારા જુગાર અને સટ્ટાબાજી ને કાયદેસર કરવા અને તે અંગે કાયદામાં સુધારા કરવા દેશના કાયદા મંત્રાલય ને ભલામણ કરી છે. શંકા અને ડર એ વાતનો છે કે રોજગાર પેદા નહીં કરી શકવાની હતાશા મા ક્યાંક મોદી સરકાર આ ભલામણ સ્વિકારી ના લે.

એક તરફ શ્રમ ને મહત્વ આપતી સરકાર બીજી તરફ વિના શ્રમ આવક પેદા કરવા જેવી અનૈતિકતા આચરવાનો પ્રયાસ જો પાછલા બારણે કરતી હોય તો એ અતિ ગંભીર બાબત છે. તેની સામાજીક દુરોગામી અસર સામાન્ય જનજીવન ને છીન્નભીન્ન કરી દેશે. ડીગ્રી મેળવી રોજગાર માટે ભટકતા યુવાનો ને સટ્ટાબાજી અને જુગારના રવાડે ચઢાવી શું મળશે? આ સવાલ આજે મ્હોં ફાડીને ઉભો છે.

પૈસા તો એક દેહવ્યાપાર કરનાર સ્ત્રી પણ કમાય છે અને આંગણવાડીમા કામ કરતી બહેન પણ કમાય છે. અંતર સમાજ ને શિક્ષીત કરવા અને દુષિત કરવા અંગેનું છે. ઘેર બેઠા સટ્ટો રમીને પૈસા રળવાના આ સરળ પણ જોખમ રસ્તે આજે પણ કંઈક પરિવાર બરબાદ થઈ રહ્યા છે ત્યારે સટ્ટો નિયમિત કરવાનો અર્થ લોકોની પાયમાલી પર સરકારી મહોર મારવા બરાબર ગણાશે.

આયોગની ભલામણ છે કે જુગાર અને સટ્ટાને આધાર અને પાનકાર્ડ જોડે લીક કરી સીધા બેંકના માધ્યમથી ટ્રાન્ઝેક્શન કરવાથી અર્થતંત્ર મા ગતિ આવશે અને સરકારની રેવન્યુ વધશે. જો આ જ એક રસ્તો બચ્યો હોય તો તમામ ગેરકાનૂની રાહે પૈસા કમાઈ આપતી પ્રવૃત્તિઓને કાયદેસર કરી દો. વરલી મટકા, એકી બેકી, આંકડા જેવા ઈન્સ્ટન્ટ જુગાર રમાડતાં જીમખાનાઓ અને જુગારધામો ને લાયસન્સ આપી કાયદેસર બનાવી દો. ફ્યુચર અને કોમોડીટી ની જેમ જુગારની આ તમામ પ્રવૃત્તિઓ માટે સેબી જેવી જ કોઈ ગવર્નીગ બોડી બનાવી દો જેથી અદાલતો નો સમય બચશે. પોલીસની કામગીરી ઘટશે. ગુન્હાખોરી નો આંક ઘટશે કેમકે ગુન્હા જ હવે કાયદેસર થઈ જશે એટલે ” ના બચેગા બાંસ ઔર ના બજેગી બાંસુરી ”
આ બધા પાછળ ચિંતાનો વિષય એ છે કે સામાજિક અધપતન થશે તેની જવાબદારી કોની?
અહીં લોટરીને પણ યાદ કરી લઈએ. ૧૩ રાજ્યો સિવાય સમગ્ર ભારતમાં લોટરી પર પ્રતિબંધ છે. સુપ્રીમ કૉર્ટે કહ્યું છે કે લોટરી વેચવાના અધિકારને મૂળભૂત અધિકાર ગણી શકાય નહીં. પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, મધ્યપ્રદેશ, ગોવા, આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મણિપુર અને નાગાલેન્ડમાં લોટરી વેચવાની છૂટ છે જ્યારે કેરળમાં તો રાજ્ય સરકાર પોતે જ લોટરી બહાર પાડે છે!
જો આ રીતે જ જેના પર અંકુશ લાવી ન શકાતો હોય તેને કાયદા દ્વારા માન્ય કરવાનું હોય તો તો પછી ડ્રગ્સ, દારૂ, વેશ્યાવૃત્તિ, ચોરી, લૂંટફાટ, હત્યા, એક કા દો એવી પૉન્ઝી સ્કીમ બધાને કાયદા દ્વારા માન્ય કરવાની વાત આવતી કાલે આવશે.

કોંગ્રેસની મહારાષ્ટ્ર સરકારે ડાન્સ બાર અને બારગર્લ ની આવક નું ધ્યાન રાખ્યું હોત અને બારમાં કામ કરતા લોકોની રોજગારીનું પાસુ ધ્યાને લીધો હોત તો કે ગુટકા પર પ્રતિબંધ ના લાદ્યો હોત તો આજે પણ કેટલાય પરિવાર તુટતા હોત અને સમાજમાં દુષણ ફેલાતું હોત. કોંગ્રેસની મહારાષ્ટ્ર સરકારે રેવન્યુ ના બદલે કુમળા અને સગીર બાળકો રવાડે ચઢી બરબાદ ના થાય એને પ્રાથમિકતા આપી. 1960 માં કોંગ્રેસ દારૂબંધી નો કાયદો આ જ દ્રષ્ટિકોણ થી લાવી. લોટરી ના વેપાર પાછળ લોકો તેમની કમાણી ડુબાડી દેતાં માટે કોંગ્રેસ સરકારે આવક જતી કરીને આ દુષણ ને ડામ્યુ. પરંતુ મોદી સરકાર આવક અને રોજગાર બન્ને પેદા કરવામા નિષ્ફળ ગઈ છે. કાળુ નાણું પાછુ લાવવાના બદલે દેશનુ સફેદ નાણું માલ્યા – મોદી – મેહુલ જેવા મળતીયાઓ થી બચાવવામાં નિષ્ફળ ગઈ છે એટલે ” નબળો ધણી બૈરી પર શુરો ” ની જેમ હવે જનતા પર જોર અજમાવવા નીકળ્યા છે.

આ દેશ પરિશ્રમ અને પુરૂષાર્થ થી નિર્મિત થયો છે. અંગ્રેજો થી લઈને તમામ વિદેશી આતતાયીઓ એ લુંટી ને ખોખલો કરી દીધા બાદ પણ આજે ભારતે તમામ ક્ષેત્રે હરણફાળ ભરી તેની પાછળ લોકોના આ અથાક પ્રયાસ કારણભુત છે. પહેલાના રાજાઓ પણ ઘોડાની રેસ, કુસ્તી, કુકડાઓ ની લડાઈ જેવી શરતી રમતો રમાડતાં પણ તેમા રાજકોષિય આવક ના બદલે પ્રજાના મનોરંજન નો હેતુ હતો. આજના પોલો ગ્રાઉન્ડ અને રેસકોર્સ તેના પ્રતિક છે. સમાજને તેનાથી હાનિ ન્હોતી પરંતુ આજના નૌલખીયા વાઘા ના શોખીન શાસક પોતાના મનોરંજન માટે પ્રજા ને બોકડા બનાવી લડાવી રહી છે. મહેનત વિનાની સંપત્તિ બદીઓ લઈને આવે એટલી સીધી સમજ નહીં ધરાવનાર તથાકથિત બુધ્ધીજીવીઓ ના આયોગ અને પૈસા માટે વલખાં મારતી સરકાર પ્રજાના સુખચેન ને દાવ પર લગાવી સરકારી તિજોરી ભરવાનો સટ્ટો રમવાનો મનસુબો કરી રહી છે. ઘર ના ચલાવી શકનાર પુરૂષ ચોરી કરીને કમાયેલી આવક ને પરિવાર સામે યોગ્ય ઠેરવવા નો પ્રયત્ન કરે તેવી આયોગની આ ભલામણ છે. કાયદા પંચે એવી પણ વાહિયાત દલીલ કરી છે કે જો સટ્ટો અને જુગાર કાયદેસર હોત તો મહાભારતનું યુદ્ધ થયું જ ન હોત. આ રીતે તો એમ પણ કહી શકાય કે જો વ્યભિચાર કાયદેસર હોત તો રામાયણનું યુદ્ધ થયું જ ન હોત.

પ્રજાએ મોદીને પ્રધાનમંત્રી બનાવી ને એક સટ્ટો ખેલ્યો હવે નોટબંધીનો સટ્ટો રમ્યા પછી હવે હાર્યો જુગારી બમણું રમે એમ મોદી સરકાર આ ભલામણ સ્વીકારી સટ્ટો ના રમે તો સારૂ.

લિખિત
કૂણાલ પટેલ મહેસાણા વાળા
6352509238 (આ વિચાર સાથે જંગ એ ગુજરાત સહમત છે તેમ માની ન લેવું)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY