રાજસ્થાન ચૂંટણી : કોંગ્રેસ નેતાનો વિવાદિત વિડિયો વાયરલ
રામગઢ,તા.૨૬
રાજસ્થાનના અલવર જિલ્લાની રામગઢ વિધાનસભા સીટના કોંગ્રેસ ઉમેદવાર સાફિયા ખાને એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં સાફિયા ખાન લોકોને સંબોધિત કરતા ચૂંટણી જીતવા માટે ‘સામ દામ દંડ ભેદ’ને અપનાવી અને ચૂંટણી જીતવા માટે જરૂર પડે તો કોઇનું માથું ફોડવાની પણ વાત કહી હતી. આ વીડિયોમાં સાફિયા એવું પણ કહે છે કે બીજેપીવાળા અફવાહો ફેલાવે છે. એટલા માટે તમારે અફવાહો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં જવાબ આપવો પડશે.
આ વીડિયોમાં કોંગ્રેસ ઉમેદવાર લોકોને કહી રહ્યા છે કે, તમારે ચૂંટણી જીતવા માટે સામ દામ દંડ ભેદ કંઇ પણ કરવું પડે તો કરો. કોઇનું માથું ફોડવાનું થાય તો પણ ફોડી નાખો, જે પણ કરવું પડે તે કરો પરંતુ ચૂંટણી જીતવાની છે. આ ચૂંટણી સાફિયાની નહીં પરંતુ તમારી છે. તેમણે એટલે સુધી કહી દીધું કે, બુથ ઉપર સાંજે સાત વાગ્યા સુધી રહેવાનું છે.
સમર્થકોને સાફિયાએ કહ્યું કે, બીજેપીવાળા આવશે અને કહેશે કે આ હિન્દુઓની છોકરીઓ ભગાવીને લઇ ગયા પરંતુ તેમની વાતો પર ધ્યાન દેતા નહીં. કોઇ પણ પરિસ્થિતિમાં ચૂંટણી જીતવાની છે. વીડિયોમાં સમર્થકો સાથે વાત કહેતા તેમનો બીજેપીના સ્થાનિક ઉમેદવારનો ડર સ્પષ્ટ દેખાઇ રહ્યો છે. તેઓ કહી રહ્યા છે કે બીજેપીના ઉમેદવાર ક્ષત્રિય છે એટલા માટે થોડું સંભાળીને કામ કરજા.
અત્રે ઉલ્લેખનીય છે કે, સાફિયા ખાન કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ અને રામગઢના પૂર્વ ધારાસભ્ય જુબેર ખાનના પત્ની છે. બે વખત ચૂંટણી હારવાના કારણે જુબેરની ટિકીટ કાપીને તેમની પત્નીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





