હું મેડિકલ ચેકઅપ માટે તૈયાર છું : વિનતા નંદા

0
6

મુંબઈ,તા.૨૬
સ્ક્રીપ્ટ રાઇટર અને ટીવી શોની સર્જક વિનતા નંદાએ કહ્યું હતું કે મેં અભિનેતા આલોક નાથ પર રેપનો આરોપ મુકિયો છે અને એના અનુસંધાનમાં મેડિકલ ચેકપ કરાવવાની મારી તૈયારી છે.
‘આરોપ મૂકીને હું છટકી જવામાં માનતી નથી. હું મેડિકલ ચેકપ માટે તૈયાર છું એ હકીકતથી મેં મુંબઇ પોલીસને પણ વાકેફ કરી હતી. આવા આક્ષેપમાં મેડિકલ ચેકપ જરૃરી હોય છે એ હકીકત હું જાણું છું. મેં પૂરેપૂરી જવાબદારીથી આ આક્ષેપ કર્યો છે અને એટલા માટેજ હું મેડિકલ ચેકપથી ડરતી નથી’ એમ ઓશિવરા પોલીસ સ્ટેશનની બહાર ઊભી રહીને વિનતાએ મિડિયાને કહ્યું હતું.
અત્રે એ યાદ રહે કે પોતાના સ્વચ્છ રોલ દ્વારા સંસ્કારી બાબુજીની ઇમેજ ધરાવતા આલોક નાથ સામે સંધ્યા મૃદુલ અને નીના ગુપ્તા સહિત ત્રણ ચાર મહિલાએ એવો આક્ષેપ મુકિયો હતો કે એ શરાબ પીએ પછી સાનભાન ભૂલી જાય છે અને મહિલાઓ સાથે બેહૂદું વર્તન કરવા માંડે છે.
જા કે વિનતાએ કરેલો આક્ષેપ લગભગ બે દાયકા જૂનો છે એટલે અત્યારે મેડિકલ ચેકપ થાય તો પણ એનો કશો અર્થ રહેશે કે કેમ એ એક સવાલ છે. જા કે વિનતા પોતાના આક્ષેપોને વળગી રહી છે અને આલોક નાથને સજા થાય એમ ઇચ્છે છે. યોગાનુયોગે વિનતા આલોક નાથની પત્નીની જિગરજાન બહેનપણી હોવાનું કહેવાય છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY