ચૂંટણીની ગરમી વધી : ટિકિટના હકદાર

0
35

પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટેનો તખ્તો ગોઠવાઇ ગયો છે. નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં ભરચક ચૂંટણી છે. આવી સ્થતીમાં ઉમેદવારોને લઇને અંતિમ કવાયત જારી છે.

ભાજપ સહિતના કેટલાક રાજકીય પક્ષોએ તેમના ઉમેદવારો જાહેર કરી દીધા છે. કેટલાક પક્ષો નામ જાહેર કરવાની તૈયારીમાં છે. પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી બાદ લોકસભાની ચૂંટણી યોજાનાર છે. આવી સ્થતીમાં યોગ્ય અને કુશળ ઉમેદવારો તેમજ નેતૃત્વ ક્ષમતા ધરાવતા ઉમેદવારોને લઇને ફરી ચર્ચા છેડાઇ ગઇ છે. રાજકીય પક્ષો ખુબ કુશળ ઉમેદવારોને મેદાનમાં ઉતારે તે જરૂરી છે. સ્વતંત્ર ઉમેદવારોને પ્રજા પણ પોતાની રીતે આગળ કરી શકે છે. જા કુશળ અને યોગ્ય ઉમેદવારો હશે તો જ વિકાસના મુદ્દા પર સાર્થક ચર્ચા કરી શકાશે. હાલમાં રાજકીય પક્ષો વચ્ચે ઉમેદવારોની પસંદગીને લઇને કવાયત ચાલી રહી છે.

ટિકિટ મેળવી લેવા ઇચ્છુક ઉમેદવારો સક્રિય છે. માંગ એવી પણ થવા લાગી છે કે નવી પેઢીને રાજકીય ક્ષેત્રે પ્રવેશ કરવાની તક આપવામાં આવે. નેતૃત્વને લઇને લાંબા સમયથી ચર્ચા ચાલતી રહી છે. આને લઇને ચર્ચા છે કે નેતા બનાવવામાં આવે છે કે પેદા થાય છે. નેતૃત્વને જન્મજાત પ્રતિભા ગણતા લોકો આને કુદરતી ગુણ તરીકે ગણે છે. નેતૃત્વને શિખવા માટેના ગુણ તરીકે ગણતા નથી. જ્યારે વ્યહારિક દ્રષ્ટિકોણ ધરાવતા લોકો માને છે કે નેતૃતવ કલાને પણ શિખી શકાય છે. જાવામાં આવે તો નેતૃત્વની જરૂર માત્ર રાજકીય ક્ષેત્રમાં જ હોતી નથી. આ જરૂર સામાજિક ક્ષેત્ર, સાંસ્કૃતિક , આર્થિક અને વહીવટી ક્ષેત્રે પણ હોય છે. આવી સ્થતીમાં જ્યારે ચૂંટણીવાળા પ્રદેશોના પાટનગરથી લઇને દિલ્હી સુધીની ટિકિટ મેળવનારની દોડ ચાલી રહી છે. આવી સ્થતીમાં જનમાનસ પર કેટલાક પ્રશ્નો થાય તે સ્વાભાવિક છે.

નેતાનુ નેતૃત્વ કેવુ હોવુ જાઇએ તેના પર ચર્ચા છે. અલબત્ત આ ફેરફાર સારા સંકેત આપે છે કે જનપ્રતિનિધી બનવા માટેની ઇચ્છા ધરાવતા લોકોની સંખ્યામાં હવે વધારો થઇ રહ્યો છે. નેતૃત્વ એક મોટી અને મહત્વપૂર્ણ જવાબદાર છે. આવી સ્થતીમાં ચૂંટણી મેદાનમાં ઉતરી જવા માટે ઇચ્છુક ઉમેદવારો પાસેથી પ્રજા કેટલીક નક્કર અપેક્ષા રાખે છે. નેતામાં કેટલાક ગુણ રહે તેવી ઇચ્છા પણ લોકો રાખે છે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે ટિકિટ મેળવ લેવા માટે હકદાર કોણ છે. ટિકિટ કોણ માંગી શકે છે. પરંપરાગત વિચારધારા ધરાવતા લોકો માને છે કે ટિકિટ મેળવી લેવા માટે સાચા હકદાર એ જ વ્યક્ત છે જે નેતૃતના ગુણ ધરાવે છે. આની બિલકુલ વિરુદ્ધમાં વિચારધારા ધરાવનાર લોકો માને છે કે રાજનીતિના ગુણ શિખી રહેલા લોકોને પણ ટિકિટ માંગવાના તો અધિકાર છે. સામાન્ય આધાર ધરાવનાર વ્યક્ત પણ આગળ આવી શકે છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં આવેલા ફેરફારના કારણે જ રાજકીય પક્ષોની સાથે સાથે જુદા જુદા ક્ષેત્રોમાં નેતૃત્વને લઇને લોકો આગળ આવી રહ્યા છે. કુશળ નેતૃત્વ કરી પણ રહ્યા છે. વિધાનસભામાં કાનુન બનાવવાની સાથે સાથે લોક કલ્યાણની ચર્ચા પણ કરવામં આવે છે. વિધાનસભામાં લોક કલ્યાણની જુદી જુદી યોજના પર ચર્ચા કરવામાં આવે છે અને નિર્ણય કરવામાં આવે છે. આવી સ્થતીમાં કુશળ લોકો આગળ આવીને રાજનીતિમાં એન્ટ્રી કરે તે જરૂરીછે. આના કારણે વિકાસ પર સાર્થક ચર્ચા કરવામાં સરળતા થશે. જાણકાર લોકો કહે છે કે રાજકીય પક્ષો જે પણ વ્યક્તને ઉમેદવાર બનાવે તેમાં પોતાના સંબંધિત વિષયની જાણકારી ચોક્કસપણે હોવી જાઇએ. સાથે સાથે શિક્ષિત રહે તે પણ જરૂરી છે. પ્રજા સાથે જાડાયેલા તમામ મામલાને સરળતાથી ઉઠાવી શકે તેવી કુશળતા રહે તે જરૂરી છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તિસગઢ, તેલંગણામાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. આને લઇને રાજકીય પક્ષો દ્વારા તમામ તૈયારી કરવામાં આવી છે. જીતવા માટેની રણનિતી તૈયાર કરવામાં આવી રહી છે.

રાજકીય પક્ષો મોટા ભાગે જીત મેળવ શકે તેવા ઉમેદવારોને જ ટિકિટ આપે છે. જેના કારણે અપરાધિ રેકોર્ડ ધરાવતા ઉમેદવારો પણ મેદાનમાં આવી જાય છે. પ્રજાએ પણ હમેંશા તેમના મુદ્દાને સારી રીતે રજૂ કરી શકે તેવા મુદ્દા ઉઠાવવા જાઇએ.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY