મુંબઇ,તા. ૨૦
મી ટુ અભિયાન હેઠળ એકપછી એત મોડલ અને ટોપની અભિનેત્રીઓ સતત પોતાના કડવા અનુભવ રજૂ કરી રહી છે.
બોલિવડના અનેક નિર્માતા નિર્દેશકો આ અભિયાન હેઠળ સકંજામાં આવી ચુક્યા છે. બોલિવુડના ટોપના લોકો ગંભીર પ્રકારના જાતિય સતામણના આરોપોનો સામનો કરી રહ્યા છે. આ યાદીમાં હવે વિપુલ શાહનુ નામ પણ જાડાઇ ગયુ છે. ઇરાની અભિનેત્રી અને મોડલ એલ્નાજ નોરોજીએ નિર્દેશક વિપુલ શાહ પર આરોપ મુકતા કહ્યુ છે કે વિપુલ શાહ તેને વારંવાર કિસ કરવા અને સ્પર્શ કરવા માટેના પ્રયાસ કરતા હતા. રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો એન્લાજ નોરૌજીએ મોટો ખુલાસો કરતા કહ્ય છે કે વિપુલ શાહ તેને નમસ્તે લંડનમાં લેનાર હતા.
એલ્નાજના મેનેજરે કહ્યુ છે કે વિપુલ તેમને સેકન્ડ લીડ રોલમાં લેવાની વિચારણા કરી રહ્યા હતા.પહેલા આ ઓફર જેક્લીનને આપવામાં આવી હતી. જા કે જેક્લને ફિલ્મમાં કામ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. મુલાકાત થયા બાદ વિપુલે એન્લાજ સાથે આ પ્રકારે વાતચીત કરી હતી જેમ કે તેઓ ફિલ્મમાં લેવા માટે તૈયાર છે. વિપુલે કહ્યુ હતુ કે આના માટે હવે માત્ર લુક ટેસ્ટ આપવાની જરૂર છે. સાથે સાથે પેપર સાઇન કરવાના રહેશે. થોડાક દિવસ તેના ફિલ્મના કાસ્ટિંગ ડિરેક્ટર હની ત્રેહાન દ્વારા ઓડિશન લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
અભિનેત્રીએ કહ્યુ હતુ કે આ ગાળા દરમિયાન તેને અનુભવ થયો હતો કે કાસ્ટિંગ ડાયરેક્ટરને ઓડિશન મામલે કહેવામાં આવ્યુ ન હતુ. આ ગાળા દરમિયાન તેમને કહ્યુ હતુ કે વિગત તેની પાસે નથી. ત્યારબાદ વિપુલ શાહે તેમનો સંપર્ક કર્યો હતો. ઓફિસમાં મળવા માટે વાત કરી હતી. આ ગાળા દરમિયાન કહેવામાં આવ્યુ હતુ કે તેઓ ટુંક સમયમાં જ એલ્નાજની સાથે પેપર સાઇન કરનાર છે. જ્યારે તે જવા લાગી હતી ત્યારે વિપુલે તેની બિલકુલ નજીક સુધી પહોંચીને ગાલ પર કિસ કરી લીધી હતી.
આ મિટિંગ બાદ એલ્નાજે પોતાના મેનેજરને કહ્યુ હતુ કે વિપુલ તેમને ફિલ્મમાં લેવા માટે ગંભીર છે. તે વારંવાર ફિલ્મને લઇને પુછવા લાગી ગઇ હત. પરંતુ મેનેજરે કહ્યુ હતુ કે નિર્દેશન તેનો સંપર્ક કરી કર્યો નથી. અલ્નાજે કહ્યુ હતુ કે વિપુલ શાહે બીજી વખત ઓડિશન લેવાની વાત કરી હતી. વારંવાર ઓડિશન આપીને એલ્નાજને એમ લાગી રહ્યુ હતુ કે તે દુનિયાની સૌથી ખરાબ અભિનેત્રી છે. તેને મોડેથી લાગ્ય હતુ કે વિપુલ તેને વારંવાર બોલાવવા માટે આ તરીકો અજમાવી રહ્યા છે. વિપુલ શાહની બાબત પણ વે મિડિયાની સામે આવતા તેમની તકલીફ વધી ગઇ છે.બોલિવુડના તમામ ટોપના નિર્માતા નિર્દેશકો મી ટુ અભિયાન હેઠળ ફસાઇ રહ્યા છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




