અંકલેશ્વરની યંગ સ્ટાર ઈલેવન રનર્સઅપ
સુરત, તા.૧૪
શ્રી સદ્ગુરૂ રોહિદાસ સત્સંગ મંડળ તથા શ્રી સાંઈ યુવક મંડળ વરીયાવના ઉપક્રમે સ્વ. વિઠ્ઠલભાઈ હીરાભાઈ પરમાર અને સ્વ.શાંતાબા વિઠ્ઠલભાઈ પરમાર તથા સ્વ. રતિલાલ એન. પરમાર એડવોકેટ-નોટરીના સ્મરણાર્થે તા.૧૦-૩-૨૦૧૯ના રોજ મલગામા-ભેîસાણ ગ્રાઉન્ડ પર સુરત પર ઈશ્વરભાઈ વી. પરમારે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યુ હતું. જેમાં ૧૫ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અંકલેશ્વર ટીમ રનર્સઅપ અને રાંદેર ટીમ ચેમ્પિયન વિજેતા બની હતી. રનર્સઅપ ટ્રોફી શકુંતલાબેન અને ધવલકુમારે તથા વિજેતા રાંદેરની ટીમને ટ્રોફી મનુભાઈ (ઉમરા) અને જયાબેન ઈશ્વરભાઈ પરમારે તથા મેન અોફ ધી સીરીઝ બનેલ કલ્પેશભાઈને દેવકુમાર અને નેહા વિરલભાઈ પરમારïએ આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા વરીયાવ યુવક મંડળના રોમીતકુમાર,પ્રિતેશકુમાર, કેનિલકુમાર, રાજેશકુમાર વગેરેએ ભારે જહેમત કરી હતી. કોમેન્ટ્રી રાજેશ ગોહિલ અને પ્રિતેશ સોલંકીએ આપી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



