ચીફ જસ્ટિસ જ માસ્ટર ઓફ રોસ્ટર, કેસ ફાળવવાની સત્તા ધરાવે છેઃ સુપ્રીમ કોર્ટ

0
70

ન્યુ દિલ્હી,તા.૬
સુપ્રીમ કોર્ટે કહ્યુ કે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડીયા (CJI) જ માસ્ટર ઓફ રોસ્ટર છે અને તેમાં કોઈ વિવાદ નથી. કેસોની ફાળવણીમાં CJIનો મતલબ જસ્ટિસ ઓફ ઈન્ડીયા છે ન કે કોલેજિયમ. બંધારણ CJIના મુદ્દે મૌન છે પરંતુ પરંપરા અને બાદના નિર્ણયોમાં તમામ દ્વારા માનવામાં આવ્યું છે કે CJI સૌથી પહેલા છે. સિનિયર મોસ્ટ હોવાના કારણે તેમને આ અધિકાર છે. સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી વકીલ શાંતિ ભૂષણ દ્વારા કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન કરી છે. કોર્ટે ભૂષણની અરજી પર દરમિયાનગીરીનો ઈન્કાર કરી દીધો છે. જા કે સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યુ કે કોઈ પણ વ્યવસ્થા અચૂક નથી હોતી. ન્યાયપાલિકાની કાર્યપ્રણાલીમાં સુધારાનો હંમેશા અવકાશ રહે છે.
સુપ્રીમ કોર્ટે કહ્યુ કે વહિવટી સ્તર સહિત કાયદાકિય સુધાર સતત ચાલતી પ્રક્રિયા છે. CJI વહિવટી હેડ છે. પિટિશનકર્તાની એ વાતનો સ્વીકાર કરવો મુશ્કેલ છે કે કેસોની ફાળવણીમાં CJIનો અર્થ કોલેજિયમ છે. ચીફ જસ્ટિસને માસ્ટર ઓફ રોસ્ટર હેઠળ કેસોની ફાળવણી પર સવાલ ઉઠાવતી શાંતિ ભૂષણની પિટિશનને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. મામલની સુનાવણી દરમિયાન છય્ના વેણુગોપાલને કોર્ટેમાં કહ્યુ હતું કે સુપ્રીમ કોર્ટ બેન્ચ કહી ચૂકી છે કે જસ્ટિસ માસ્ટર ઓફ રોસ્ટર છે. શાંતિ ભૂષણે માંગ કરી છે કે ૫ સિનિયર જજ મળીને કેસોની ફાળવણી કરે. એટોર્ની જનરલે માંગને અવ્યવહારિક કહી કહી.
સુપ્રીમ કોર્ટે અર્ટોની જનરલ સમક્ષ કેસમાં સહયોગ માંગ્યો હતો કે જજાની નિયુક્તિમાટે શું સંવેદનશીલ કેસની વેંચણીના મામલે CJIનો અર્થ કોલેજિયમ હોવો જાઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યુ હતું કે તેમાં કોઈ વિવાદ નથી CJI માસ્ટર ઓફ રોસ્ટર છે.
જસ્ટિસ એ.કે.સીકરીએ કહ્યુ કે ન્યાયપાલિકા અંગે લોકોના મનમાં જા ધારણા નબળી પડે છો તે આ ન્યાયિક વ્યવસ્થા માટે સૌથી મોટો ખતરો છે. તો જસ્ટિસ અશોક ભૂષણે કહ્યુ કે સુપ્રીમ કોર્ટની સમૃદ્ધ પરંપરા રહી છે. સમયાનુસાર તે સાબિત પણ થયું છે. જેથી તેમા છેડછાડ ન કરવી જાઈએ.

શું હોય છે સુપ્રીમમાં રોસ્ટર પ્રથા?
-સુપ્રીમ કોર્ટના રોસ્ટરનો અર્થ છે કામના વારાની યાદી. કઈ ખંડપીઠને ક્યો કેસ સોંપવામાં આવ્યો છે અને તેની સુનાવણી ક્યારે થશે તેની નોંધ આ યાદીમાં કરવામાં આવે છે.
– રોસ્ટર બનાવવાનો અધિકાર મુખ્ય ન્યાયમૂર્તિને હોય છે અને તેમને ‘માસ્ટર ઓફ રોસ્ટર’ કહેવામાં આવે છે.
– સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રાર ચીફ જસ્ટિસના આદેશ અનુસાર રોસ્ટર બનાવતા હોય છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY