લેખિત પરિક્ષામાં પાસિંગ માર્ક્સ ૨૩ના બદલે ૨૮ રહેશે એન્જિનિયરિંગની પરીક્ષામાં પાસ થવા ઓછામાં ઓછા ૪૦ માકર્સ જરૂરી

0
23

અમદાવાદ,તા.૧૦
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા એન્જિનિયરિંગની પરીક્ષાના પાસિંગ માર્ક્સમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એકેડેમિક કાઉન્સિલ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી લેખિત પરીક્ષામાં પાસિંગ માર્ક્સ ર૩ના બદલે ૨૮ રહેશે. તેમજ ઇન્ટર્નલ પરીક્ષામાં કુલ ૩૦માંથી પાસ થવા ૧ર માર્કસ લાવવા પડશે. જેનો અમલ નવા શૈક્ષણિક સત્ર ર૦૧૯-ર૦થી અમલ કરવામાં આવશે,
જીટીયુની તાજેતરમાં ઍકેડેમિક કાઉન્સિલની બેઠક મળી હતી. આ બેઠકમાં અલગ-અલગ ફેકલ્ટીના અભ્યાસક્રમ અને પરીક્ષા સંબંધિત બાબતો અંગે વિચારણા કરવામાં આવી હતી, જેમાં અભ્યાસક્રમમાં ફેરફારની સાથે ખાસ કરીને વિદ્યાર્થીઓને પરીક્ષામાં પાસિંગ માર્ક્સ અંગે મહત્વની ભલામણ બોર્ડ ઓફ ગવર્નરને કરવામાં આવી હતી.
આ બેઠકમાં કમિટીના અમુક સભ્યોએ કોલેજામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પાસ થવા માટે ૪૦ માર્ક્સ લાવવાની દરખાસ્ત મૂકી હતી ત્યારે આ બેઠકમાં અમુક મેમ્બર્સે વિરોધ પણ કર્યો હતો, વિદ્યાર્થીઓ માંડ-માંડ પાસ થઇ રહ્યા હોય તો તેવા સંજાગોમાં પાસિંગ માર્ક્સ વધારી દેવામાં આવે તો વિદ્યાર્થીઓની હાલત કફોડી થશે તે માટે વિરોધ પણ એનએસયુઆઇએ કર્યો હતો.
એકેડેમિક કાઉન્સિલમાં આ મતલબનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડિગ્રી-ડિપ્લોમા ઇજનેરી, ફાર્મસી, એમબીએ-એમસીએ સહિતની જુદા જુદા કોર્સમાં કુલ બે પ્રકારની પરીક્ષા લેવામાં આવે છે, જેમાં કોલેજની ઇન્ટર્નલ પરીક્ષામાં કુલ ૩૦માંથી પાસ થવા માટે ૧ર માર્ક્સ લાવવા પડે છે. આ માર્ક્સની ગણતરી કરીએ તો ૪૦ ટકા પૂરા થઇ જાય છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY