ન્યુ દિલ્હી,તા.૧૦
આમ આદમી પાર્ટીની સરકારે કેન્દ્ર સરકારની પેટ્રોલ અને ડીઝલ પરના વેટના દર ઘટાડવાની અપીલને માનવાનો સ્પષ્ટપણે ઈન્કાર કર્યો છે. દિલ્હી સરકારમાં નાયબ મુખ્યપ્રધાન અને નાણાં પ્રધાન મનીષ સિસોદીયાએ કહ્યું છે કે દિલ્હી રાજ્યની સરકાર પહેલા જ નુકસાનીમાં ચાલી રહી છે. સિસોદીયાએ કહ્યું છે કે રાજ્યો દ્વારા જીએસટીમાં પોતાના તમામ અધિકારો એમ માનીને સમર્પિત કર્યા હતા કે કેન્દ્ર સરકાર રાજ્યના હિતોને ધ્યાનમાં રાખશે. હવે કેન્દ્ર સરકાર કહી રહી છે કે જે દશ રૂપિયા તેમણે વધાર્યા હતા. તે તેમના એટલે કે કેન્દ્ર સરકારના છે અને તેઓ અઢી રૂપિયા ઘટાડશે. રાજ્ય પોતાના અઢી રૂપિયા ઘટાડે. મનીષ સિસોદીયાએ કહ્યું છે કે રાજ્ય પહેલા જ નુકસાનીમાં ચાલી રહ્યું હતું. અઢી રૂપિયા પણ તેઓ રાજ્યોના કોટામાંથી સસ્તા કરાવી રહ્યા છે. સિસોદિયાએ કેન્દ્ર સરકારને સવાલ કર્યો છે કે જે દશ રૂપિયા કેન્દ્ર સરકારે વધાર્યા હતા.. તેને સસ્તા કહરવામાં શું મુશ્કેલી છે?
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



