ઇસરો પાસે આવેલા ફ્લેટનાં ત્રીજા માળે આગ લાગતા દોડધામ મચી

0
150

અમદાવાદ,તા.૨૩
અમદાવાદમાં સવારે ઇસરો પાસે આવેલા નંદન એપાર્ટમેન્ટના ત્રીજા માળે આગ લાગી હતી. જ્યાં આગ લાગી હતી ત્યાં સીએની ઓફિસ આવેલી હતી. હાલ ફાયર ફાઇટરે આગ પર કાબુ મેળવી લીધો છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે ઇસરો પાસે આવેલા નંદન એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે એક ફ્લેટના એક રૂમમાં સીએની ઓફિસ ચાલતી હતી. તેમાં સવારે આગ લાગી હતી. પહેલા તો અફવા હતી કે ત્યાં આવેલા એસીમાં બ્લાસ્ટ થયો છે પરંતુ ફાયરની ટીમે આ કારણને નકારી દીધું છે. આ આગ શોર્ટ સર્કિટથી લાગવાનું સામે આવી રહ્યુ છે. આગને કાબુમાં લાવવા માટે ફાયરની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.
નંદન એપાર્ટમેન્ટના રહેવાસીનું કહેવું છે કે, ‘સવારે એકદમ અવાજ આવ્યો જેનાથી બધા ડરી ગયા હતાં. બહાર આવીને જાયું તો ફ્લેટમાંથી ધુમાડો બહાર આવી ગયો હતો. આ ધુમાડાને કારણે અમને ડર હતો કે કદાચ આ આગ બીજા મકાનોને પણ ન લાગે. પરંતુ ફાયરની ગાડીઓએ આવીને આગને કાબુમાં લઇ લીધી છે.’
અમદાવાદમાં આવેલા સહજાનંદ એસ્ટેટના ગોડાઉનમાં વહેલી સવારે આગ લાગી હતી. આ ગોડાઉન સરખેજ ઉજાલા સર્કલ પાસે આવેલું છે. આગ લાગતાની જાણ થતાં પાંચ ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. સતત પાણીનો મારો કરાતા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આ ઘટનામાં કોઇ જાનહાનીના સમાચાર નથી.

(જી.એન.એસ)

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY