દારૂબંધી..!! નડિયાદ પાસેથી ૨૧ લાખની કિંમતના દારૂ સાથે ૨ની ધરપકડ

0
92

ખેડા,તા.૨૩
રાજ્યભરમાં દારૂબંધી હોવા છતા બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી કરવામાં આવે છે. ત્યારે હવે નડિયાદમાં વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ છે. આર.આર.સેલે વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી છે. આર.આર.સેલે ટ્રકમાંથી ૩૦૦થી વધુ દારૂની પેટીઓ ઝડપાઈ છે. આર.આર.સેલે ૨૧ લાખ રૂપિયા સાથે ટ્રક ડ્રાઈવર અને ક્લિનરને ઝડપી પાડયો છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દારૂબંધીની કડક અમલવારી થતા દારૂનો વેપલો કરતા બુટલેગરો રોજ અવનવા કીમિયા અપનાવી દારૂ ની ખેપ માળી રહ્યા છે ત્યારે ગતરોજ હિંમતનગર પાસેથી રાજસ્થાન તરફથી આવી રહેલ ખાનગી લક્ઝરી બસની પેટીમાંથી ૩૭૦ પેટી અલગ અલગ બ્રાંડનો વિદેશી દારૂ વગર પાસ પરમીટે મળી આવ્યો હતો.
એક તરફ ગાંધીના ગુજરાતમાં કડક દારૂબંધી હોવાની વાતો રાજ્ય સરકાર ચોતરફ કરી રહી છે અને રાજ્યમાં છાશવારે દારૂ પકડાઇ રહ્યો છે ત્યારે આ દારૂ કોની રાહબરી હેઠળ લાવવામાં આવી રહ્યો છે..? કોઇના કહેવાથી આ દારૂ લાવવામાં આવી રહ્યો છે…? શું તંત્ર ઘોર નિંદ્રામાં પોઢી રહ્યુ છે…? જેવા અનેક સવાલો મનમાં ઉદભવ્યા હતા. જા કે,હાલ આર.આર.સેલે ૨૧ લાખ રૂપિયા સાથે ટ્રક ડ્રાઈવર અને ક્લિનરને ઝડપી પાડીને પ્રાથમિક તપાસ હાથ ધરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY