મ.પ્રદેશમાં ત્રણ હજાર કરોડનું ઈ-ટેન્ડર ગોટાળો,શિવરાજ સરકારની ઊંઘ હરામ

0
6

કેટલીક ખાનગી કંપનીઓને લાભ કરાવવાનો આરોપ
ભોપાલ,તા.૬
મધ્ય પ્રદેશમાં વ્યાપમ ગોટાળો સામે આવ્યા બાદ વધુ એક મોટો ગોટાળો સામે આવ્યો છે, જેણે શિવરાજ સરકારની ઉંઘ ઉડાડી દીધી છે. જણાવાઈ રહ્યું છે કે આ ગોટાળો ત્રણ હજાર કરોડ રૂપિયાનો છે. ઈ-ટેન્ડર ગોટાળા હેઠળ સરકાર પર કેટલીક ખાનગી કંપનીઓને લાભ કરાવવાનો આરોપ છે.
માહિતી મુજબ, આૅનલાઈન પ્રક્રિયામાં છેડછાડ કરી આ મોટા ગોટાળાને અંજામ આપવામાં આવ્યો છે. આશંકા છે કે આ કૌભાંડ ઘણા વર્ષોથી ચાલી રહ્યું હતું, જેનો ખુલાસો ચાલુ વર્ષે મે મહિનામાં થયો છે. જણાવાઈ રહ્યું છે કે જે અધિકારી ગોટાળાની તપાસ કરી રહ્યો હતો, તેને તપાસમાંથી હટાવી કોઈ અન્ય અધિકારીને આ તપાસ સોંપી દીધી છે. જેને કારણે નિષ્પક્ષ તપાસ પર પણ સવાલ ઉભા થયા છે. ઉલ્લેખનીય છે કે, મધ્ય પ્રદેશમાં ચાલુ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, એવામાં ચૂંટણીના કેટલાંક મહિના પહેલા આ ગોટાળો સામે આવતા નિશ્ચિત રીતે શિવરાજ સરકાર માટે મોટી મુશ્કેલી સાબિત થવાની છે.
રિપોર્ટ મુજબ, ચાલુ વર્ષે માર્ચ મહિનામાં મધ્ય પ્રદેશ જળ નિગમ તરફથી ત્રણ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યાં હતાં. જેના માટે બોલી પણ લગાવવામાં આવી હતી. જોકે, જળ નિગમને પહેલા જ જાણ કરવામાં આવી હતી કે આૅનલાઈન દસ્તાવેજામાં છેડછાડ થઈ રહી છે. આરોપ છે કે આ અંગે ઉચ્ચ અધિકારીઓને ખબર હતી, પરંતુ તેમણે આ ગોટાળાને રોકવા કોઈ પગલા લીધા નહીં, કારણકે તેમાં તેમની સંમતિ પણ સામેલ હતી.
રિપોર્ટ મુજબ, મધ્ય પ્રદેશના સ્ટેટ ઈલેક્ટ્રાનિક્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન આ આૅનલાઈન પોર્ટલને ચલાવે છે, જેની સાથે છેડછાડ કરવામાં આવી છે. ત્યારબાદ વિભાગના મેનેજિંગ ડાયરેક્ટર મનીષ રસ્તોગીએ આની તપાસ કરાવી, જેમાં જાણવા મળ્યું કે ત્રણેય કોન્ટ્રાક્ટની હરાજી પ્રક્રિયાને બદલી નાખવામાં આવી હતી. આ ત્રણેય કોન્ટ્રાક્ટની કિંમત ૨૩૨૨ કરોડ રૂપિયા હતી. તપાસમાં ખુલાસો થયો કે ટેન્ડર લેનારી કંપનીઓએ પહેલેથી જ અંદરના લોકોની મદદથી બીજી કંપનીઓની બોલિઓને જોઈ લીધી હતી, જેને આધારે તેમણે ટેન્ડરને પોતાના નામે કરી લીધુ હતું.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY