અમદાવાદમાં ૭થી૧૩ સપ્ટે.દરમ્યાન મેળો યોજાશે
ગાંધીનગર,તા.૬
પર્યાવરણની જાળવણી માટે તથા ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓના ઉત્પાદનને વેગ આપવા અમદાવાદ, વડોદરા અને સુરત ખાતે માટી મૂર્તિ મેળા યોજાશે.રાજ્યમાં પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિઓના બદલે માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓના વપરાશ થકી પર્યાવરણ જાગૃતિ માટે અમદાવાદ, વડોદરા અને સુરત ખાતે માટી મૂર્તિ મેળાનું આયોજન કરાયું છે, એમ ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાનના નિયામક દ્વારા જણાવાયું છે.
ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિઓ બનાવવાના કલે આઇડોલ પ્રોજેકટ અંતર્ગત માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓના ઉત્પાદનને વેગ મળે તથા પી.ઓ.પી.ની મૂર્તિના કારણે થતા પર્યાવરણને નુકશાન અટકાવવા માટે માટીની મૂર્તિઓ બનાવતા કારીગરોને પ્રોત્સાહન આપવા માટે મેળાઓનું આયોજન કરાયું છે.
અમદાવાદ ખાતે તા. ૭થી ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૮ દરમિયાન અર્બન હાટ, વસ્ત્રાપુર, વકીલ સાહેબ બ્રીજની નીચે, આંબલી-બોપલ જંકશન, બોપલ, ધાવડી ફાર્મ, નેશનલ હેન્ડલુમ સામે, રાણીપ તેમજ કચ્છ કડવા પટેલ સનાતન સમાજ નરોડા, નેશનલ હેન્ડલુમની બાજુમાં, નરોડા રોડ, અમદાવાદ ખાતે મેળા યોજાશે.
આજ રીતે વડોદરા ખાતે તા.૮ થી ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૮ દરમિયાન પારસી અગિયારી મેદાન હોટલ સૂર્યા પેલેસ સામે, ડેરી ડેન સર્કલ વડોદરા ખાતે તથા સુરત ખાતે તા. ૮થી ૧૩ સટેમ્બર ૨૦૧૮ દરમિયાન હની પાર્કનું મેદાન, જ્યોતિન્દ્ર દવે ગાર્ડનની બાજુમાં, અડાજણ, સુરત ખાતે માટી મૂર્તિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો નાગરિકોએ લાભ લેવા વધુમાં જણાવાયું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




