નર્મદા,તા.૬
નર્મદા ખાતે યુનિસેફ દ્વારા આયોજીત પોષણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા પણ ઉપસ્થિત હતાં. આ કાર્યક્રમમાં મુખ્યમહેમાન તરીકે સમગ્ર દેશમાં યુનિસેફના અધ્યક્ષ પણ હાજર હતા. આ દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ પોતાનો બળાપો કાઢ્યો અને સરકારને આડેહાથ લધી હતી. તો દારૂબંધી મુદ્દે પણ તેઓએ પોલીસ પર આક્ષેપ કરતાં જણાવ્યું કે હું દારૂબંધીની વાતો કરું છું તો આ નાલાયક લોકો બુટલેગરોને જઈને કહે છે કે મનસુખ રજુઆત કરે છે એટલે રેડ કરવી પડે છે.
નર્મદામાં મનસુખભાઇએ જણાવ્યું કે ‘હું દારૂબંધીની વાતો કરું છું તે આ નાલાયક લોકો બૂટલેગરોને જઇને કહે છે કે મનસુખ વસાવા રજૂઆત કરે છે એટલે દરોડા પાડવા આવ્યા છીએ. આ નાલાયક લોકો અને પોલીસવાળાને સબક શીખવવો પડશે. આરોગ્ય સાથે જોડાયેલા અધિકારીઓ કહેતા હતા કે,આદિવાસી બહેનો ખાખરાની બીડીઓ છોડી અને બહેનો ગુટખા પડીકી ખાય છે. દેશી દારૂમાં ઝાડના મૂડ હતા ઇંગ્લીશમાં કેમિકલ નાખવામાં આવે છે અને લોકો ખલાસ થાય છે.
સાંસદ મનસુખ વસાવાએ દુનિયાના જાણીતા હેલ્થ મિશન પર કામ કરતી સંસ્થા યુનિસેફના ભારત અધ્યક્ષની હાજરીમાં જ હેલ્થ મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. જેમાં તેઓએ કહ્યું કે આંગણવાડી કાર્યકરોનું વેતન ઓછું છે તેમાં વધારો કરવો જોઈએ, મધ્યાહન ભોજન માટેનું અનાજ જે ગુજરાત લેવલથી આવે છે તે સડેલું આવે છે, અનાજ સપ્લાય કરનાર કોન્ટ્રાક્ટર ગુંડાઓ છે, જે સમયસર અનાજ સપ્લાય નથી કરતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



