ઈવીએમ પર ઉઠી રહેલા સવાલો વચ્ચે ચૂંટણી પંચે ઈવીએમનું નવું મોડલ લોન્ચ કર્યું

0
145

ન્યુ દિલ્હી,
તા.૨૭/૪/૨૦૧૮

કર્ણાટક ચૂંટણીમાં અત્યાધુનિક ઇવીએમના ઉપયોગની યોજના

ઇવીએમ પર ઊઠી રહેલા સવાલોની વચ્ચે ચૂંટણીપંચે નવું થર્ડ ન્યૂ જનરેશન વોટિંગ મશીન લોન્ચ કર્યું છે, જેને ‘માર્ક-૩’ નામ આપવામાં આવ્યું છે. મેમાં યોજાનાર કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં આ ઇવીએમનો ઉપયોગ થશે. ચૂંટણીપંચનો દાવો છે કે આ ઇવીએમ સાથે કોઇ પણ પ્રકારની છેડછાડ શક્ય નથી.

ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર આ વોટિંગ મશીનમાં એક ચિપ લાગેલી છે, જેમાં એક જ વાર સોફ્ટવેર કોડ લખાશે. જા કોઇ પણ તેમાં છેડછાડ કરવાની કોશિશ કરશે તો મશીન જાતે જ બંધ થઇ જશે. નવા ઇવીએમને ઇન્ટરનેટ કે કોઇ પણ નેટવર્કથી કંટ્રોલ કરી શકાશે નહીં, તેમાં ર૪ બેલેટ યુનિટ અને ૩૮૪ ઉમેદવારોની જાણકારી રાખવામાં આવી છે, જ્યારે તેના પહેલાં ‘માર્ક-ર’માં માત્ર ચાર બેલેટ યુનિટ અને ૬૪ ઉમેદવારોની જાણકારી જ રાખી શકાતી હતી.

ચૂંટણીપંચે જણાવ્યું કે આ મશીન ભારતની બે કંપનીઓ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઇન્ડયા લિ.માં તૈયાર કરાયું છે, તેના સોફટવેર પણ અહીં જ તૈયાર થાય છે. ત્યારબાદ તેને મશીન કોડમાં બદલવામાં આવે છે. તાજેતરનાં વર્ષોમાં ભાજપને મળેલી જીત બાદ ચૂંટણીપંચ અને ઇવીએમ પર ઘણા સવાલો ઊઠ્યા હતા.

હવે ચૂંટણીપંચે કર્ણાટક ચૂંટણીઓ પહેલાં જ ઇવીએમનું નવું વર્ઝન લોન્ચ કર્યું છે. ટ્રાયલ તરીકે કર્ણાટક ચૂંટણીમાં ૧૮૦૦ મતદાન મથકો પર તેનો ઉપયોગ થશે. ર૦૧૯માં સામાન્ય ચૂંટણીઓમાં તમામ બૂથ પર તેનો ઉપયોગ કરવાની યોજના છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY