મુંબઈ,
તા.૨૭/૪/૨૦૧૮
આવતા મહિનામાં થનારી વિધાન પરિષદની છ જગ્યા માટે કાંગ્રેસ અને એનસીપી સાથે આવ્યા છે. એનસીપીના પ્રવક્તા સુનીલ તટકરેએ જણાવ્યું હતું કે બન્ને પક્ષ આ મામલે ચર્ચા કરી રહ્યા છે. રાયગઢ-રત્નાગિરિ, સિંધુદુર્ગ, નાશિક, પરભણી-હિંગોળી, ઉસ્માનાબાદ-લાતુર-બીડ, ચંદ્રપુર અને અમરાવતી એમ છ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના મતદાર સંઘની વિધાન પરિષદની ચૂંટણી ૨૧મી મેના રોજ યોજાનાર છે. બે દિવસમાં બન્ને પક્ષ અંતિમ નિર્ણય લેશે, તેમ તટકરેએ જણાવ્યું હતું. આ ચૂંટણી માટે અરજી કરવાની છેલ્લી તારીખ ૩જી મે છે.
આ સાથે તટકરેએ જણાવ્યું હતું કે તેમની નિયુક્ત પક્ષના નેશનલ સેક્રેટરીપદે કરવામાં આવી છે. પક્ષના પ્રદેશ અધ્યક્ષ તરીકે તેમણે ચાર વર્ષની કામગીરી પૂરી કરી છે અને હવે તેઓ આ જવાબદારીમાંથી મુક્ત થાય છે.
શિવસેનાએ ઉમેદવારોનાં નામ કર્યા જાહેર આવનારી વિધાન પરિષદની ચૂંટણી માટે શિવસેનાએ ભાજપ સાથે ચર્ચા કર્યા વિના જ પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા હોવાની વાત બહાર આવી છે. શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પહેલા જ સ્વબળે દરેક ચૂંટણી લડવાની ઘોષણા કરી હતી ત્યારે હવે ભાજપ શું કરે છે તે જાવાનું રહે છે. સેનાએ નાશિક બેઠક પરથી નરેન્દ્ર દરાડે, કોંકણ બેઠક પરથી રાજીવ સાબલેને ઉમેદવારી આપી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"








