પહેલા પરીક્ષા આપી પછી પિતાનાં નશ્વરદેહને અગ્નિદાહ આપ્યો

0
126

પરીક્ષા એટલે માત્ર શાળામાં ક્લાસરૂમમાં બેસીને આપવી એ જ નથી. જીંદગી હરપળ પરીક્ષા કરતી હોય છે. જીંદગીની પરીક્ષાના કેટલાક પેપર એટલા અઘરા અને અટપટા હોય છે કે માણસ મુંઝવણમાં મુકાઇ જાય છે તેમ છતાં તેમાંથી પાસ તો થવું જ પડે છે. પુત્રની બોર્ડની મહત્વની પરીક્ષા ચાલુ હોય અને અચાનક ઘરના મોભી એવા પિતાનું અવસાન થઇ જાય તો? જીવનની આ પરીક્ષા આપવી પડી સુરતનાં એક વિદ્યાર્થીને. માહોર હર્ષ રાજકુમાર ધોરણ-૧૦માં પાલનપોરની શાંતિ નિકેતન શાળામાં અભ્યાસ કરે છે. બોર્ડની પરીક્ષામાં તેનો બેઠક નંબર પ્રેસીડેન્સી સ્કૂલાં આવ્યો હતો. બીજુ પેપર હતું વિજ્ઞાન ટેકનોલોજીનું. હર્ષ આજે નિયત સમય કરતા વહેલો પરીક્ષા સ્થળે આવી ગયો હતો અને ભારે હૈયે તેણે કલમ ઉપાડીને ઉત્તરવહી પર ચલાવી હતી. ઉત્તરવહીમાં સવાલોનાં જવાબો લખાતા હતા તો બીજી બાજુ તેના ઘરે કુદરતની કઠોર કલમ ચાલી હતી. હર્ષનાં પિતાનું હાર્ટએટેકથી સોમવારની રાત્રે અવસાન થયુ હતું. તેઓ ટેલરીંગનું કામ કરતા હતાં. પાલનપુર પાટીયા કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતા તેના પરિવારમાં હવે તેમની મમ્મી અને બે બહેનો છે. તેમના સંબંધીઓ વતનથી આવવાના હોવાથી અંતિમવિધિ બીજા દિવસે કરવાની હતી તેથી બીજા દિવસે પરિવારે હર્ષને પરીક્ષા આપવા સમજાવ્યો હતો અને એ રીતે હર્ષ ભારે હૈયે પરીક્ષા આપવા આવ્યો હતો. ઘરમાં કોઇ અન્ય સભ્યો ન હોવાથી પાડોશી અને મિત્રોએ મદદ કરી હતી તથા શાળાએ છોડવા માટે પણ આવ્યા હતાં. શાળામાં પ્રિન્સીપાલ સહિતના સ્ટાફે તેને મોરલ સપોર્ટ કર્યો હતો. પરીક્ષા ધર્મ પછી ઘરે પહોંચી પુત્ર ધર્મ નિભાવ્યો હતો. પિતાની અર્થીને કાંધ આપીને અગ્નિદાહ પણ આપ્યો હતો. ત્યારે પરિવાર સહિત સૌ કોઇની આંખ ભીની થઇ ગઇ હતી. જે વિદ્યાર્થીઓ પરીક્ષાના ડરથી નાસીપાસ થઇને આત્મહત્યા સુધીનો રસ્તો અખત્યાર કરી લે છે એમના માટે હર્ષનું આ કામ હમેંશા પ્રેરક રહેશે. પેપર પુરૃ કરીને હર્ષ ચોધાર રડી પડયો પ્રેસીડેન્સી સ્કૂલનાં પ્રિન્સીપાલ દિપીકાબેને જણાવ્યું કે, અમારી સ્થિતી પણ આ વાત સાંભળીને નાજુક હતી. અમે હર્ષને મોરલ સપોર્ટ આપ્યો અને શાંતિથી પેપર લખવા પ્રેરિત કર્યો હતો. ચાલુ પરીક્ષામાં તે ઇમોશનલી ડીસ્ટર્બ ન થાય તેનો ખ્યાલ પણ રખાયા હતો. પેપર પુરૂ થયા પછી જ્યારે બધા વિદ્યાર્થીઓ તેને મળવા આવ્યા ત્યારે આખરે આંખોની અંદર છુપાવેલો આંસુનો દરીયો છલકાઇ ગયો અને એ ચોધાર આંસુએ રડી પડયો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY