સોનગઢના ઉમરદા ગામેથી રૂ. ૧૦૦ની બનાવટી ચલણી નોટનું કારખાનું ઝડપાયું

0
112

તાપી એલસીબી- એસઓજીએ સંયુક્ત કામગીરી કરી સોનગઢના ઉમરદા ગામે એક શખ્સને ત્યાંથી રૂ. ૧૦૦ના દરની બોગસ ચલણી નોટ છાપવાના પ્રિન્ટર, સ્કેનર કબજે કર્યા સાથે ઘરમાંથી તથા આ નોટ વટાવવા નીકળેલા ઉચ્છલના પાંખરી ગામના શખ્સ પાસેથી મળી કુલ ૧૧૬૮ નંગ, કિંમત રૂ. ૧,૧૬,૮૦૦ની ચલણી નોટ કબજે કરી હતી. ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક તથા ડીવાયએસપી મુકેશ પટેલે જણાવ્યું કે, તાપી એલસીબી તથા એસઓજી નો સ્ટાફ સોનગઢની હદમાં કોન્સ્ટેબલ લેવજીભાઇ પરબતભાઇને મળેલ બાતમીના આધારે સોનગઢ વાંકવેલ ફળિયામાં વિઠ્ઠલ મંદિર પાસે રૂ. ૧૦૦ના દરની બોગસ ચલણી નોટ નંગ ૯૭૪ લઇ વટાવા નીકળેલા સુમન રમતાભાઇ ગામીત (ઉ.વ. ૩૨, મૂળ રહે. નિશાળ ફળિયું, આનંદપુર, તા. ઉચ્છલ, હાલ રહે. બંગ્લા ફળિયું, પાંખરી, તા. ઉચ્છલ)ને દબોચી લીધો હતો. જેને ઝડપીને વધુ પૂછતાછ કરતા આ ગુનામાં તેના અન્ય બે મિત્રો ગણેશ ગીંબીયાભાઇ ગામીત (રહે. ઉમરદા, તા. સોનગઢ) તથા વિપુલ સોમાભાઇ ગામીત (રહે. નિશાળ ફળિયું, મોટા તારપાડા, તા. સોનગઢ) પણ સામેલ છે. ગણેશ ગામીતને ત્યાં એપ્ક્ષાન કપનીના સ્કેનર, પિન્ટર પર આ બોગસ રૂ. ૧૦૦ના દરની ચલણી નોટ કેટલાક સમયથી છાપતા હતા અને છુટક ખરીદીમાં બજારમાં વટાવતા હતા. જેથી પોલીસે ગણેશ ગામીતને ત્યાં રેડ કરતા પ્રિન્ટર, સ્કેનર તથા વધુ ૧૯૪ નંગ બનાવટી ભારતીય ચલણી રૂ. ૧૦૦ના દરની નોટ મળી હતી. કુલ રૂ. ૫૦૦૦ના પ્રિન્ટર, સ્કેનર તથા તમામ કુલ ૧૧૬૮ નંગ નોટ કિંમત રૂ. ૧,૧૬,૮૦૦ કબજે લીધી હતી તથા ગુનામાં આ રેકેટ ચલાવનાર મુખ્ય સૂત્રધાર ગણેશ ગીંબીયાભાઇ ગામીત તથા વિપુલ સોમાભાઇ ગામીતને ઝડપવા તજવીજ હાથ ધરી હતી. ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક મુકેશ પટેલે જણાવ્યું કે, અન્ય ખોટા માર્ગે પણ આ નોટનો ઉપયોગ થતો હતો કે કેમ? સહિત તમામ પાસા તપાસવામાં આવી રહ્યાં છે. રૂ. ૧૦૦ના દરની ડુપ્લીકેટ નોટ છાપવી સરળ ઝડપાયેલ રૂ. ૧૦૦ના દરની ડુપ્લીકેટ નોટ અંગે પકડાયેલા અને માત્ર ધોરણ ૨ સુધી અભ્યાસ કરેલ આરોપી સુમન ગામીતની રૂ. ૫૦૦ અને રૂ. ૨૦૦૦ની નોટ નહીં અને માત્ર રૂ. ૧૦૦ની જ નોટ છાપવા અંગે પોલીસે પૂછતાં સુમને જણાવેલ કે, રૂ. ૧૦૦ની નોટ છાપવા માટેનો લીગલ સાઇઝના કાગળ બજારમાં સરળતાથી મળે છે તથા તેની કોઇ ચકાસણી પણ કરતા નથી. જ્યારે ઉંચા દરની નોટ આ કાગળ પર છાપવી અશક્ય તથા લોકો ચેક કરતા હોવાથી પકડાઇ જવાનો ડર રહે છે. તેમણે અલગ – અલગ ૮ સીઝીટની નોટ સ્કેન કરી છાપી હતી. ડુપ્લીકેટ નોટ છાપનારા આંકડાનો જુગાર રમતા સ્થાનિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડુપ્લીકેટ નોટ છાપનારા શખ્સો આંકડાના જુગાર રમતા હતા. વોન્ટેડ મુખ્ય આરોપી ગણેશ ગામીત કેટલીકવાર આંકડા કઢાવા જતો તથા તે પહેલાં બે નંબર લાકડાનો ધંધો પણ કરતો હતો. ઘરની સામાન્ય સ્થિતિ હોવા છતાં ગણેશના ઘરે બહારથી વાહનો લઇ કેટલાક લેવા આવતા મુકવા આવતા, જેથી આરોપીઓ આંકડા લખાવા પણ આ નોટ ઉપયોગ કરતા હોઇ શકે! તથા ભગતભુવા સાથે મળી નોટનો વરસાદ કરવો વગેરે છેતરપિંડીના કામો કરતા હોવાનું પણ નકારી શકાય નહીં.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY