ભારત જેવા દેશમાં શિક્ષણને ભાગ્યે જ મહત્વ આપવામાં આવતુ હોય છે ત્યારે
સિઓલ,તા.૧૫
ભારતના જાહેર જીવનમાં શિક્ષણને ભાગ્યે જ મહત્વ આપવામાં આવતુ હોય છે. જ્યારે દક્ષિણ કોરિયામાં તેના કરતા ઉલ્ટી પરિસ્થિતિ છે.
ખબર પ્રમાણે ગુરુવારે દક્ષિણ કોરિયામાં સૌથી મહત્વની કોલેજ એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવી હતી. આ પરીક્ષામાં ૫. ૯૦ લાખ વિદ્યાર્થીઓ બેઠા હતા.
મહત્વની વાત એ છે કે પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને ખલેલ ના પહોંચે તે માટે સંખ્યાબંધ ફ્લાઈટસનો સમય બદલી નાંખવામાં આવ્યો હતો. ટ્રેનના ટાઈમ ટેબલમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. સ્ટોક એક્સચેન્જ અને બેંકો પણ એક કલાક મોડી ખોલવામાં આવી હતી. જેથી ટ્રાફિક જામ ના થાય અને વિદ્યાર્થીઓ સમસયસર પરીક્ષા આપવા માટે પહોંચી શકે.
પરીક્ષા શરુ થતા પહેલા ખુદ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ફેસબૂક પર છાત્રોને શુભેચ્છા પણ પાઠવી હતી.થોડા દિવસ પહેલા આવેલા ભૂકંપના કારણે પહેલી વખત પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરાયો હતો. આ પરીક્ષા ગુરુવારે લેવાઈ હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



