કાનપુરમાં લઠ્ઠાકાંડનો કહેર : અત્યાર સુધી ૧૪ લોકોના મોત

0
21

માધુરી બ્રાન્ડ શરાબ પર પ્રતિબંધ મૂકાયો
કાનપુર,તા.૨૧
કાનપુર શહેર અને કાનપુર ગ્રામિણ વિસ્તારમાં લઠ્ઠો (ઝેરી શરાબ) પીવાથી અત્યાર સુધીમાં ૧૪ લોકોનાં મોત થયાં છે અને ૩૩ લોકોની હાલત ગંભીર છે. લઠ્ઠાકાંડ બહાર આવ્યા બાદ પોલીસ અને પ્રશાસનની ઊંઘ ઊડી ગઈ છે અને માધુરી બ્રાન્ડ શરાબ પર પ્રતિબંધ મૂકી દીધો છે.
આ સંબંધમાં પોલીસ પ્રશાસને એક પરિપત્ર જારી કર્યો છે. જેમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે એસએસપીના આદેશ અનુસાર માધુરી બ્રાન્ડના વેચાણપણ સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આ શરાબનો જથ્થો તાત્કાલિક નાશ કરવામાં આવે અને જા કોઈને પાસે તે મળશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ દરમિયાન કાનપુર રૂરલના મડોલી ગામમાં લઠ્ઠાથી છ લોકોનાં મોત થતાં હરકતમાં આવેલ પોલીસે સપાના પૂર્વ પ્રધાન રામસ્વરૂપ ગૌર અને તેમના બે પૌત્ર – જિલ્લા પંચાયતના સભ્ય નીરજસિંહ અને વિનયસિંહ સહિત સાત લોકોની ધરપકડ કરીને તેમની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.
લઠ્ઠાકાંડને કારણે થયેલા ૧૪ લોકોના મૃત્યુ બાદ મંડોલી ગામમાં શરાબ માફિયાની ગેંગે રાતોરાત ૧૫થી ૨૦ પેટી માધુરી બ્રાન્ડ શરાબ સળગાવી નાંખ્યો હતો. લઠ્ઠાકાંડથી મોટી સંખ્યામાં મોત થતાં પોલીસ તંત્રમાં હડકંપ મચી ગયો હતો. કાનપુરના સંચેડીના ધૂલ ગામમાં લઠ્ઠો પીવાથી પાંચનાં મોત થયાં હતાં. પાછળથી આ આંકડો વધીને સાતનો થયો હતો. બંને જિલ્લાઓમાં કુલ ૧૪ લોકોનાં મોત થયાં છે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY