ચૂંટણી પ્રચારમાં નફરતભર્યા ભાષણોને ફેસબૂક પર સ્થાન નહી મળે

0
35

ન્યુ દિલ્હી,તા.૭
ચૂંટણીઓમાં હવે સોશ્યલ મીડિયા ચૂંટણી પ્રચારનું અભિન્ન અંગ બની ગયુ છે ત્યારે આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ફેસબૂકે એક નીતિ બનાવી છે. ફેસબૂકે જાહેરાત કરી છે કે ચૂંટણીમાં નફરતભર્યા ભાષણોને ફેસબૂક પર સ્થાન નહી મળે.
આ માટે ફેસબૂક એક ટીમ તૈનાત કરશે. જે ફેસબૂક પર પોસ્ટ થતા લખાણઓ પર નજર રાખશે. ફેસબૂકના અધિકારી રિચાર્ડ એલને કહ્યું હતુ કે અમે લોકો સાથે સકારાત્મક સંવાદ કરવા માટે રાજકીય નેતાઓનુ ફેસબૂકના પ્લેટફોર્મ પર સ્વાગત કરીએ છે પણ આ મંચનો દુરપયોગ થાય તેવુ અમે નથી ઈચ્છતા
તેમણે કહ્યું હતુ કે જ્યારે અમે વિશ્વની ચૂંટણીઓ અંગે વિચારીએ છે ત્યારે ભારત એક મહત્વનો દેશ બની જાય છે. કારણકે ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY