ન્યુ દિલ્હી,તા.૭
આ દેશમાં સામાન્ય માણસ કરતા પૈસાદારોના કુતરાનો જીવ વધારે મહત્વનો હોય છે.
નવી દિલ્હીમાં એક પાળેલા કુતરાને વાનની ટક્કર વાગી જતા કુતરાન માલિકોએ ૪૦ વર્ષના વાન ચાલકની હત્યા કરી નાંખી હોવાની ઘટના બની છે.
ત્રણ આરોપીઓએ મરનાર પર ચાકુના ઘા માર્યા હતા.કુતરાને ઈજા થઈ હતી પણ તે જીવતો હતો.વાન ચાલકની હત્યા પણ તેના પરિવારજનોની નજર સામે જ કરવામાં આવી હતી.તેના પરિવારજનોનુ કહેવુ છે કે વિજેન્દ્ર અને રાજેશની ઘરની બહાર લાઈને હુમલાખોરો જ્યાં કુતરાને ઈજા થઈ હતી તે સ્થળે લઈ ગયા હતા.વાન ચાલક રાજેશ પર ઈંટો વડે પણ હુમલો કરવામાં આવ્યો હતો.
મામલામાં હુમલાખોરો ફરાર છે.પોલીસે અંકિત, પારસ અને દેવ ચોપડા સામે હત્યાનો ગુનો નોંધ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



