પાટણ,તા.૪
પાટણના એક યુવકે શુક્રવારે રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ રાધનપુરની એક હોટલમાં ફેસબુક પર સુસાઇડ નોટ લખીને આપઘાત કરી લીધો છે. આપઘાત પહેલા દિનેશ પ્રજાપતિ નામના યુવકે પોતાના ફેસબુક પેજ પર તે જેના પ્રેમમાં હતો તે યુવતી સાથેની વોટ્સએપ ચેટિંગના સ્ક્રિનશોટ મૂક્્યા હતા. આ ઉપરાંત તેણે ફેસબુક પર એક સુસાઇડ નોટ પણ લખી હતી. સુસાઇડ નોટમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે વારાહીની એક મહિલા ડોક્ટરે તેને પ્રેમજાળમાં ફસાવ્યો હતો.
એટલું જ નહીં દિનેશે ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે આ મહિલા ડોક્ટરે તેને પ્રેમજાળમાં ફસાવીને તેની પાસેથી પૈસા પડાવ્યા હતા. આ કાંડમાં અન્ય બે લોકો પણ સામેલ હોવાની વાત લખવામાં આવી છે. યુવકે સુસાઇડ નોટમાં લખ્યું છે કે આ બંને લોકો તેને અવાર નવાર જીવથી મારી નાખવાની ધમકીઓ પણ મળી રહી હતી.
“મારા વ્હાલા વડિલો , મિત્રો મને માફ કરજા. હવે પછી હું તમારી વચ્ચે નથી. મારા મોત માટે જવાબદાર વ્યકિતઓ ૧) ડો. *****( માનપુરા – વારાહી). ) **** ( માનપુરા) ૩) ***** (રાધનપુર). મહિલા ડોક્ટરે મને એની પ્રેમજાળમાં ફસાવીને ઉઘાડી લૂંટ જ ચલાવી હતી. *** એ આજે મને કયાંયનો પણ નથી રાખ્યો એટલે મારે આજે મોતને ભેટવું પડે છે. બાકી જીવ તો મને પણ વહાલો હતો.
*** અને *** માસ્તર મને અવાર નવાર જાનથી મારી નાખવાની ધાક ધમકીઓ આપતા હતા અને સમાજમાં કયાંય જવા ઉપર રોક લગાવી હતી. રસ્તામાં કયાંય મને જુએ તો પણ અહીં નઇ ચાલવાનું એમ કહીને બધી રોક લગાવતા હતા. મને ખૂબ ત્રાસ આપેલો છે આ ત્રણ લોકોએ. મોટી દિકરી *** પણ મને હેરાન કરતી એ પણ બધાને ફસાવવાના ધંધા કરે છે. મારી આ પોસ્ટ સમાજ ના દરેક માણસ સુધી પહોંચતી થાય એટલી શેર કરજા, બધા સ્નેહિજનોને મારા છેલ્લા રામ રામ…”
વાહી હાથ ધરવામાં આવી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





