મદ્રાસ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ઈંદિરા બેનર્જી બનશે સુપ્રિમ કોર્ટના જ્જ

0
12

સુપ્રીમ કોર્ટને મળી ૮મી મહિલા જજ
ન્યુ દિલ્હી,તા.૪
મદ્રાસ હાઇકોર્ટની ચીફ જસ્ટિસ ઇંદિરા બેનર્જીને સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેની સાથે સુપ્રીમ કોર્ટના ૬૮ વર્ષના ઇતિહાસમાં પહેલીવાર એકસાથે ત્રણ મહિલા જજ હશે. આ પહેલા ૩ વખત બે મહિલા જજ સુપ્રીમ કોર્ટમાં રહી ચૂક્યાં છે. ત્રણેય નવા જજોના નિયુક્તિ વોરંટ સોમવાર સુધીમાં જાહેર થઇ શકે છે. આ નિયુક્તિઓની સાથે સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા ૨૫ થઇ જશે. જોકે, ૬ પોસ્ટ્સ હજુપણ ખાલી છે.
સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં અત્યાર સુધી ફક્ત સાત મહિલા જજ રહી છે. જસ્ટિસ ઇંદિરા બેનર્જી આઠમી મહિલા જજ તરીકે જોઇન કરશે. તેમના પહેલા ફાતિમા બીવી, સુજાતા વી. મનોહર, રૃમા પોલ, જ્ઞાાન સુધા મિશ્રા, રંજના પ્રકાશ દેસાઇ, આર. ભાનુમતી અને ઇંદુ મલ્હોત્રા સુપ્રીમ કોર્ટમાં જજ રહી ચૂક્યાં છે.
જસ્ટિસ આર. ભાનુમતી અને ઇંદુ મલ્હોત્રા અત્યારે સુપ્રીમ કોર્ટમાં કાર્યરત છે. આ પહેલા ત્રણ પ્રસંગોએ જસ્ટિસ જ્ઞાાનસુધા મિશ્રા અને રંજના દેસાઈ, જસ્ટિસ રંજના દેસાઈ અને આર. ભાનુમતી તેમજ જસ્ટિસ આર. ભાનુમતી અને ઇંદુ મલ્હોત્રા એકસાથે સુપ્રીમ કોર્ટમાં રહ્યા છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY