અભિનેત્રીએ પતિ પર મુક્યો આરોપ : ફરહાન કરતો શારીરિક-માનસિક શોષણ

0
9

મુંબઈ,તા.૧૯
ટીવી સીરિયલ ‘બડે અચ્છે લગતે હૈ’ ફેમ ચાહત ખન્ના પોતાના પતિ ફરહાન મિર્ઝા વિરુદ્ધ તલાકની અરજી દાખલ કરી ચુકી છે. આૅગષ્ટમાં તેણે પતિથી અલગ થવાની જાણકારી આપી હતી. હવે ચાહતે ફરહાન પર શારીરિક અને માનસિક સતામણીનાં ગંભીર આરોપ લગાવ્યા છે. ૨૦૧૩માં ફરહાન સાથે લગ્ન કરનાર ચાહતને ૨ દીકરીઓ છે.
એક ઇન્ટરવ્યૂમાં ચાહતે કહ્યું કે તે લાંબા સમયથી પોતાના લગ્નને લઇને ખૂશ નહોતી. તેણે પોતાના પતિથી અલગ થવાનો નિર્ણય રાતોરાત નથી લીધો. તેણે કહ્યું કે તે તલાક ઇચ્છતી હતી, પરંતુ તેનો પતિ આવું નહોતો ઇચ્છતો. ચાહતનું કહેવું છે કે તે કોઇપણ કિંમતે પોતાના પતિ સાથે રહેવા નથી ઇચ્છતી. ચાહતે ફરહાન પર શારીરિક અને માનસિક શોષણનો આરોપ લગાવ્યો છે. તેણે કહ્યું કે, “આ ફક્ત શારીરિક શોષણ નહોતુ, પરંતુ ફાઇનાન્સિયલ અને મેન્ટલ પણ હતુ. ઘરનાં આવા વાતાવરણમાં હું પાગલ થઈ રહી હતી.
ચાહતે ફરહાન પર એ પણ આરોપ લગાવ્યો કે તેની તબિયત ઠીક ના હોવાની સ્થિતિમાં પણ તે સંબંધ બનાવવાનું કહેતો હતો. ચાહતે કહ્યું, “હું મરી પણ રહી હોઉં તો ફરહાનને કોઈ જ ફરક નહોતો પડતો. હું મારી બાળકીઓ માટે સહન કરતી રહી, પરંતુ આ ઘરેલૂ હિંસાથી પણ વધારે હતુ. તેણે મને મારા પરિવારથી અલગ કરવાનો પણ પ્રયત્ન કર્યો. આ કારણે મે તેનાથી અલગ થવાનો નિર્ણય કર્યો.”

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY