એપલ યુઝર્સ હવે વ્હોટ્‌સએપ સ્ટીકરનો ઉપયોગ કરી શકશે નહીં

0
9

ન્યુ દિલ્હી,તા.૧૯
વ્હોટ્‌સએપના આગામી ફીચરો પર દેખરેખ કરનારી એક વેબસાઈટ મુજબ, એપલ પોતાના એપ સ્ટોર પરથી વ્હોટ્‌સએપ સ્ટીકર્સ હટાવી શકે છે, કારણકે આ એપ ડેવલપર્સ માટે કંપનીના નિયમોનું ઉલ્લંઘન કરી રહીં છે. એપલના આ નિર્ણય લેવાની સંભાવના પાછળ સૌથી મોટું કારણ સમાન ડિઝાઈનવાળી ઘણી એપ પહેલેથી ઉપસ્થિત છે.
ઓક્ટોબરમાં વ્હોટ્‌સએપે એક બ્લોગમાં જાહેરાત કરી હતી કે તેઓ વ્હોટ્‌સએપ માટે એન્ડ્રાઈડ અને આઈઓએસ પર સ્ટીકર એપ્સ બનાવવા માટે થર્ડ પાર્ટી એપને સહયોગ આપશે.
ડિઝાઈનર્સને ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ સ્ટોર પર ઉપસ્થિત કોઈ પણ અન્ય એપની જેમ પોતાનું સ્ટીકર એપ પ્રકાશિત કરવા માટે કહેવામાં આવ્યુ હતું, ત્યારબાદ તેને ડાઉનલોડ કરવા માટે વપરાશકાર તાત્કાલિક સ્ટીકર મોકલી આપતા હતાં. આ જાહેરાત બાદ એપલ એપ સ્ટોર પર આવા સ્ટીકર એપ્સનું પૂર આવ્યું હતું.
એપલે આગ્રહ કર્યો કે એપ્સે બીજી એપ પર નિર્ભર રહેવુ જાઈએ નહીં. પરંતુ સ્ટીકર એપ્સ માટે ડિવાઈસમાં વ્હોટ્‌સએપ ઈન્સ્ટોલ હોવુ જરૂરી છે. જાકે, વેબઈટીઈન્ફોને વ્હોટ્‌સએપ ઈન્ક તરફથી માન્યતા મળી નથી. જાકે, એપલ અથવા વ્હોટ્‌સએપે હજી સુધી સત્તાવાર નિવેદન આપ્યું નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY