સંસદ પાસે જ જેએનયુ વિદ્યાર્થી ઉમર ખાલિદ પર ફાયરિંગ : આબાદ બચાવ

0
17

ન્યુ દિલ્હી,તા.૧૩
સંસદ નજીક કાન્સ્ટિટ્યૂશન ક્લબની બહાર જવાહરલાલ નેહરૂ યૂનિવર્સિટી (જેએનયુ)ના પૂર્વ નેતા ઉમર ખાલિદ પર હુમલો થયો છે. ખાલિદ પર નિશાન તાકીને ગોળી ચલાવવામાં આવી હતી, પરંતુ ખાલિદનો સહેજથી બચાવ થયો હતો.
જાકે હુમલાખોરો જેના વડે હુમલો કરવા આવ્યાં હતાં તે પિસ્તોલ છોડીને નાસી છુટ્યાં હતાં. જાકે પોલીસે ગોળી ચલાવવામાં આવી હોવાની ઘટનાની કોઈ જ સ્પષ્ટતા કરી નથી.
રાજધાની દિલ્હીના કોન્સ્ટિટ્યૂશન ક્લબમાં ‘ખૌફ સે આઝાદી’ નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શામેલ થવા ઉમર ખાલિદ પણ આવ્યો હતો. ઘટનાને નજરે જાનારા એક વ્યક્તિના જણાવ્યા પ્રમાણે કોન્સ્ટિટ્યૂશન ક્લબની બહાર ઉમર ખાલિદ ચા પી રહ્યો હતો. એટલામાં જ શફેદ શર્ટ પહેરી એક વ્યક્તિ આવ્યો અને ઉમર પર ગોળીબાર કર્યો.
ખાલિદ પોતાનું સંતુલન ગુમાવવા ગયો એમાં નીચે પડી ગયો અને તે બચી ગયો. તેને ગોળી વાગી નહીં. લોકોએ જ્યારે હુમલાખોરને પકડવાનો પ્રયાસ કર્યો તો તે નાસી છુટ્યો હતો. આ કાર્યક્રમાં જાણીતા વકીલ પ્રશાંત ભૂષણ, રાજદના રાજ્યસભાના સાંસદ મનોજ ઝા, પ્રોફેસર અપૂર્વાનંદ, વરિષ્ઠ પત્રકાર અમિત સેન ગુપ્તા, પૂર્વ સાંસદ અલી અનવર સહિતના અન્ય લોકો પણ શામેલ હતાં.
જાકે દિલ્હી પોલીસે કોઈ પણ પ્રકારનો ગોળીબાર થયો હોવાની વાતનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. ડ્ઢઝ્રઁ નવી દિલ્હી મધુર વર્માએ કહ્યું હતું કે, છેલ્લા એક કલાકમાં કોઈ પણ ગોળીબાર થયો નથી.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY