સુરેન્દ્ર્નગર,
તા.૨૨/૦૩/૨૦૧૮
સુરેન્દ્રનગર જિલ્લામાં પરણિતા પર થયેલા દુષ્કર્મ મામલે જેઠ, સસરા, પતિની ધરપકડ કરાઇ છે. વડોદરા રિસામણે રહેતી પરણિતાને સમાધાના માટે લઇ જઇ જેઠ અને સસરાએ દુષ્કર્મ આચર્યુ હતું.
મળતી માહિતી અનુસાર વડોદરામાં રહેતી યુવતીના લગ્ન સુરેન્દ્રનગર રહેતા મુસ્તાક કાઝી સાથે વર્ષ ૨૦૧૨ માં થયા હતા. લગ્નબાદ થોડો સમય ઘરસંસાર બરોબર ચાલ્યા બાદ પતિ અને પત્ની વચ્ચે મનમેળ ન હોય અવારનવાર ઘરમાં ઝઘડાઓ થતા હતા. આથી પત્ની પોતાના પિયર વડોદરા રિસામણે આવી રહેવા લાગી હતી. જે દરમિયાન પરિણીતાના પતિ મુસ્તાર, જેઠ ઉસ્માન સૈયદ અને સસરા ઉમરકાઝીએ વડોદરા જઇ પરિણીતાને સમાધાન કરવાનું જણાવી કારમાં સુરેદ્રનગર લઇ આવ્યા હતા. જ્યાં પાટડી, સુરેદ્રનગર અને વિરમગામ સહીતના શહેરોમાં જેઠ,સસરા, પતિ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"