રાજપીપલા નજીક 10 લાખ લૂંટનો ગુનો કબુલનાર આરોપી ના 5 દિવસના રિમાન્ડ મા 18 થી વધુ ગુનાઓ માં આરોપી હોવાનું બહાર આવ્યું

0
48

કપાસના વેપારીને ત્યાં કામ કરતો કામદાર રાજસ્થાન માં લૂંટ અને મારામારી ના કેશોમાં પણ સંડોવાયેલો નીકળ્યો 

રાજપીપળા :  વડોદરા જિલ્લાના ડભોઇ સ્થિત એક ઝીનમાંથી એક કર્મચારી રાજપીપળાના કપાસના વેપારીને 10 લાખ રૂપિયા રોકડા એક વિમલના થેલામાં ભરી બાઈક પર રાજપીપળા આવી રહ્યો હતો. દરમિયાન રસ્તામાં જેસલપોર પાસેના વળાંક પર બે બાઈક સવારોએ એને નીચે પાડી દઈ 10 લાખ રૂપિયા લૂંટી ફરાર થઈ ગયા હતા.આ મામલે રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદને આધારે પોલીસે તાપસ કરતા લૂંટનો ભોગ બનેલા કિશોર તારાચંદ શર્મા મૂળ રહેવાસી રાજસ્થાન પોતેજ આરોપી નીકળ્યો અને જેને પોલીસે રિમાન્ડ માંગી તાપસ કરતા 18 થી વધુ કેશો માં આરોપી હોવાનું બહાર આવ્યું પોલીસ પણ ચોકી ઉઠી.

દરમિયાન નર્મદા પોલીસેેે ડભોઈથી બનાવ વાળી જગ્યા સુધીના તમામ CCTV ફૂટેજ ચેક કર્યા હતા.જેમાં ફરિયાદી કિશોર પાસે પૈસા ભરેલી બેગ જેવું કાઈ જણાઈ આવ્યું ન હતું સાથે સાથે એની પાછળ કોઈ બાઈક વાળું આવતું હોય એમ પણ જણાઈ આવ્યું ન હતું.જેથી શકની સોય ફરિયાદી તરફ ઈશારો કરતી હોવાથી નર્મદા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાની સૂચના અનુસાર એ.એસ.પી. અચલ ત્યાગી ના માર્ગ દર્શન હેઠળ નર્મદા LCB અને SOG ટીમે ફરિયાદીના રાજસ્થાન સ્થિત ઘર પર પહોંચી સતત 7 દિવસ વોચ રાખી હતી.દરમિયાન એણે એક નવું TVS વિકટર બાઈક,સોની કંપનીની નવી LCD ખરીદી અને પોતાના ઘરે મકાનનું નવું બાંધકામ શરૂ કર્યું હતું.અંતે લૂંટનો મુદ્દામાલ એના રાજસ્થાન સ્થિત ઘરમાં જ હોવાની ચોક્કસ બાતમી મળી હતી.એ મુજબ ત્યાં તપાસ કરતા તિજોરી માંથી,ઘઉં ભરેલ પતરાની પેટી માંથી કુલ 3,70,500 રૂપિયા રોકડા મળી આવ્યા હતા. પોલીસે જેને ઝડપી રાજપીપલા લાવી જેના રિમાન્ડ માંગ્યા પાંચ દિવસના રિમાં માંગતા તથા રાજસ્થાનમાં તપાસ કરતા આ કિશોર તારાચંદ શર્મા પહેલથી જેની સામે ગુનાઓ નોંધાયેલા નીકળ્યા જેમાં લૂંટ, મારામારી ચોરી સહિતના ગુનાઓ માં આ આરોપી સામેલ નીકળ્યો જેથી પોલીસે જેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY