દ્વારકા,તા.૧૨
દ્વારકા જિલ્લામાં વાવણીના વરસાદ પછી એક પણ સારો વરસાદ થયો નથી. જિલ્લામાં સિંચાઈ થઇ શકે તેવા મોટા ડેમ ન હોવાથી પાકનો સંપૂર્ણપણે નાશ થયો છે. દ્વારકા જિલ્લામાં મુખ્ય પાક મગફળી અને કપાસ છે અને બન્ને પાકો પાણી પર જ આધારિત છે. એમના નિશ્ચિત સમયે એમને પાણી મળવું જરૂરી છે. પરંતુ જિલ્લામાં પડેલા વાવણીના એક વરસાદ બાદ એક પણ સાર્વત્રિક વરસાદ ન પડતા ખેડૂતોને પડ્યા પર પાટુ સમાન સ્થિતિ ઉભી થઇ છે. એક બાજુ મોંઘા બિયારણ, ખાતર, રાસાયણિક દવાના ખર્ચ કર્યા અને વરસાદ તો થયો નહીં. ઉપરથી સરકારે પણ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા નહીં એટલે ખેડૂતોને તો ડબલ માર પડ્યો છે. ત્યારે દ્વારકા જિલ્લાના ખેડૂતોએ દંડવત કરી કલેક્ટર કચેરીએ પહોંચી જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવા માંગ કરી હતી. તેમજ ૧૦૦ ટકા પાકવીમો જાહેર કરવા માંગ કરી છે.
ખાનગી વીમા કંપનીની અનેક ફરિયાદો છે પરંતુ જે રીતે વીમા કંપનીને છાવરવામાં આવે છે, એ પરથી સરકારનો આશય, અભિગમ ખેડૂતો તરફી નહીં પણ વિરોધી હોય તેવું લાગે છે. વીમા કંપનીએ ખેડૂતોને જેમ બને એમ ઓછો પાકવિમો ચૂકવવો પડે એવી ફિરાકમાં સરકાર હોય એમ લાગે છે અને અછતગ્રસ્ત જાહેર કરવામાં અને ૧૦૦% પાકવિમો જાહેર કરવા જિલ્લા હકદાર છે તેમ છતાં અછતગ્રસ્ત અને પાકવિમો જાહેર ન થતા આજે ખેડૂતો સરકાર સમક્ષ દંડવત કરતા કરતા આવ્યા હતા. જા આ દંડવત કરવાથી તંત્રની નીંદર ઉડે અને ખેડૂતોને વર્ષ કાઢવામાં તંત્ર સહકાર આપે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





