મુખ્યમંત્રીના નિવાસસ્થાને આત્મવિલોપન કરે તે પહેલા ઉપલેટાના ખેડૂતની અટકાયત

0
10

રાજકોટ,તા.૧૦
પાટીદાર અનામત અને ખેડૂતોના દેવા માફીના પ્રશ્નોને લઇને છેલ્લા ૧૭ દિવસથી હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ પર બેઠેલો છે. ત્યારે તેમના સમર્થનમાં અને ભાજપ સરકારના વિરોધમાં ઉપલેટાના અમૃતભાઈ ગજેરા આજે બપોરના ૪ઃ૩૦ કલાકે ઝ્રસ્ વિજય રૂપાણીના નિવાસસ્થાને આત્મવિલોપનની કરશે તેવો તેમનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પરંતુ અમૃત ગજેરાની ગત રાત્રે પોલીસે અટકાયત કરી લીધી હતી.
સીએમના નિવાસસ્થાને આત્મવિપોલન કરશે તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, છેલ્લા ૩ વર્ષથી ગુજરાતની અંદર અનામતનું આદોલન ચાલી રÌšં છે. ત્યારે અમદાવાદમાં હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. તેમની રોજબરોજ તબીયત લથડી રહી છે. છતાં પણ ઘોર નિદ્રામાં સુતેલી ગુજરાત સરકાર નથી તો માગણી સ્વીકારતી, કે નથી દેવા માફ કરતી. મને કોઇ આત્મવિલોપન કરવાનો શોખ નથી પણ ગુજરાતના ખેડૂતો કરજાના ડુંગર નીચે દબાય ગયા છે, હતાશ થઇ ગયા છે. વારંવાર અનામતનું આદોલન ચાલે છે. પણ ગુજરાત સરકાર દરેક વખતે લોલીપોપ આપી આ પ્રશ્નોનો સંકેલો કરી લે છે. તો આ અનામત આદોલન અને ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરવા માટેના સમર્થનમાં હું આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજકોટ ખાતે આવેલા નિવાસ સ્થાને બપોરના ૪ઃ૩૦ કલાકે આત્મવિલોપન કરીશ.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY