કોંગ્રેસ હા-હાયના નારા લાગ્યા,ચાર ઝડપાયા પાટીદારો મુદ્દે ઠોસ રજૂઆત ન કરતા રાહુલ ગાંધીનું પૂતળુ બાળ્યું

0
11

મહેસાણા,તા.૧૦
મહેસાણાના બાયપાસ રોડ પાંચોટ સર્કલમાં ૨૦ યુવાનોના ટોળાએ કોંગ્રેસ હાય હાયના સુત્રો પોકારીને પૂતળાદહન કર્યું હતું. જેને લઇને તાલુકા પોલીસ સ્થળ પર દોડી જઇ ૪ યુવાનોને પકડીને ૨૦ માણસોના ટોળા સામે ગુનો નોંધ્યો હતો. યુવાનોએ કોંગ્રેસ ખેડૂતોના દેવા માફી અંગે આવેદન અને રજૂઆત કરે છે, પણ પાટીદાર મુદે ઠોસ રજૂઆત ન કરતા રાહુલ ગાંધીનું પૂતળું બાળ્યું હોવાનું જણાવ્યું હતું. જાકે પાસ તરફથી આવો કોઇ કાર્યક્રમ અપાયો ન હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
પૂતળાદહન મામલે મહેસાણા તાલુકા પોલીસે જીગર મીઠાભાઇ પટેલ શ્યામશરણ બંગ્લોઝ મહેસાણા, સંદિપ જયંતિભાઇ પટેલ કંથરાવી, પ્રતિક મહેન્દ્રભાઇ પટેલ પાંચોટ અને કરણ રાજુભાઇ પટેલ બી સ્મૃતિ ફ્લેટ મહેસાણાને પકડી લીધા હતા. જ્યારે અન્ય ભાગી ગયા હતા. આ ચાર તેમજ બીજા ૧૫ જણા સામે પૂતળાદહન કરી જાહેરનામા ભંગની તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY