ફારૂક અબદુલ્લાની વધુ એક અવળવાણી,કેન્દ્ર સરકાર વિરૂદ્ધ ઝેર ઓક્્યું
શ્રીનગર,તા.૧૧
શ્રીનગરના સાંસદ ફારૂક અબદુલ્લાએ અલગાવવાદીઓને કેન્દ્રની સાથે કોઇ વાર્તામાં ન આવવા માટે સલાહ આપી છે. અબદુલ્લાએ ઉમેર્યું કે, સરકાર અલગાવવાદીઓ સાથેની વાતચીત પર ઈમાનદાર નથી અને વાતચીતનો પ્રયત્ન એક વ્યૂહરચના છે.
કાશ્મીરના એક સ્થાનિક અખબારના ઈન્ટરવ્યૂમાં તેમણે આ સ્પષ્ટતા કરી હતી. તેમણે અમને કોઇ સ્વાયત્તતા આપી નથી જેની ગેરેંટી અમને સંવિધાન આપે છે. એ પ્રજાને શું આપવાના? કેન્દ્ર સરકાર કાશ્મીરમાં અલગાવવાદી સાથે વાતચીતને લઇને ગંભીર નથી. આ બધુ વૈશ્વિક દબાણને કારણે કરવામાં આવી રહ્યુ છે. કેન્દ્ર સરકાર વાતચીતથી એક વ્યૂહરચના બનાવી છે.
જોકે, સરકારની માયાજાળમાં ફસાવા જેવું નથી. વાતચીત ત્યારે જ થઇ શકે જ્યારે ભારત એક ઠોસ પ્રસ્તાવ સાથે આવે. મને નથી લાગતું કે, ભાજપ પ્રજાને કંઇ આપી શકે. સરકાર પોતાના ઇરાદાઓમાં કાયમ નથી અને ઈમાનદાર પણ નથી. સરકાર બદનામ કરવા માટે આ પગલું ભરી રહી છે. કાશ્મીરની મુલાકાતે ગયેલા ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યુ હતું કે, કેન્દ્ર સરકાર કાશ્મીરમાં શાંતિ માટે દરેકપક્ષ સાથે વાતચીત કરી શકે છે. આ માટે દિનેશ્વર શર્મા કાશ્મીરમાં વાતચીત કરશે. હુર્રિયત પણ આ ચર્ચામાં ભાગ લેવા માગે તો કોઇ વાંધો નથી, એક તરફ સરકાર કાશ્મીરની પ્રજા સાથે વાતચીત કરવાની વાત કહે છે પછી એક મંત્રી કહે છે, અમારે કોઇ સાથે વાત કરવી નથી. સરકાર આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરે. થોડા દિવસ પહેલાં અબદુલ્લાએ આ વાત કહી હતી.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







