સાંજે અઠવાગેટથી પોલીસ કમિશનર કચેરી સુધી રેલી યોજાશે
સુરત, તા.૩૧
ગુજરાત એસ.સી./એસ.ટી. અત્યાચાર નિવારણ સમિતિ અને રેપ મર્ડર વિરોધ એકશન કમિટિ સુરતના અગ્રણી સુભાષ પી.ઝાડે, આશાબેન વિનોદ માંગલે, શોભાબેન બેસાણે, ભીમરાવ સેîદાણે, પ્રતિમાબેન બાવિસ્કર, બંટીભાઈ શિરસાઠ, મોતીલાલ સાળુંકે, કૃણાલભાઈ સોનવણે, ભાનુભાઈ ચૌહાણ વગેરેએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, તા.૧૫-૧૦-૨૦૧૮નાં રોજ સોમેશ્વર પાર્ક ગોડાદરા સુરત ખાતે સાડા ત્રણ વર્ષની બાળકીની રેપ -હત્યા કરાયેલી લાશ મળી આવતા સમગ્ર સમાજ સ્તબ્ધ થઈ ગયો હતો અને હત્યારાને પકડી પાડી જાહેરમાં ફાંસીના માંચડે લટકાવી પીડિતાને ન્યાય આપવા માંગણી કરવામાં આવી હતી. સુરત શહેર પોલીસ દ્વારા ગુનેગાર અનિલ યાદવને બિહાર રાજ્યથી પકડી પાડી જે સરાહનીય કામગીરી કરેલ છે. તે આવકાર દાયક છે. હવે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીïએ તત્કાળ ફાસ્ટટ્રેક કોર્ટ દ્વારા રેપ-મર્ડરની કેસ ચલાવી ગુનેગારને ૩૧ ડિસેમ્બર ૨૦૧૮ પહેલા ફાંસીની સજા મળે અને પીડિતાના આત્માને ચિરશાંતિ મળે માટે ઉપરોક્ત સમિતિના નેજા હેઠળ આજે લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતી અને દેશના પ્રથમ મહિલા વડા પ્રધાન ઈન્દિરા ગાંધીના શહાદત દિને તા.૩૧-૧૦-૨૦૧૮ના રોજ સાંજે ૬.૩૦ કલાકે એરોપ્લન સર્કલ અઠવાગેટ સુરત ખાતેïથી વિશાળ મશાલ રેલીનું આયોજન કરાયું છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





