ઠગ્સ આૅફ હિન્દુસ્તાન અંગે હું ખૂબ નર્વસ છું : ફાતિમા સના શેખ

0
19

મુંબઈ,તા.૨૦
દંગલ ફેમ અભિનેત્રી ફાતિમા સના શેખે કહ્યુ હતું કે હું પહેલીવાર અમિતાભ સર અને કેટરિના કૈફ જેવા માતબર કલાકારો સાથે કામ કરી રહી હતી એટલે ઠગ્સ આૅફ હિન્દુસ્તાનમાં કામ કરતી વખતે ખૂબ નર્વસ હતી અને અત્યારે પણ એ નર્વસનેસ ગઇ નથી.
યશ રાજ જેવા પ્રત્શ્ઠિત બેનરની આ ફિલ્મનું ડાયરેક્સન વિજય કૃષ્ણ આચાર્યે કર્યું છે. એમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને આમિર ખાન પહેલીવાર સાથે ચમકી રહ્યા છે. અગાઉ આમિર કહી ચૂક્્યો છે કે કેમેરા ચાલુ થાય ત્યારે મારી સામે અમિતાભ બચ્ચનને જાઇને હું મારા સંવાદો ભૂલી જતો હતો.
આ ફિલ્મમાં કેટરિના કૈફ અને દંગલ ફેમ ફાતિમા સના શેખ પણ ચમકી રહી છે. ફાતિમાએ અગાઉ આમિર ખાન સાથે દંગલ ફિલ્મ કરી હતી. એની અભિનય ક્ષમતા જાઇને આમિરે જ એને ઠગ્સ આૅફ હિન્દુસ્તાનમાં લેવાની આદિત્ય ચોપરાને વિનંતી કરી હતી.
ફાતિમાએ કહ્યુ કે અમિતાભ સર અને આમિર સર જેવા કલાકારોની તુલનાએ હું તો સાવ નાની કહેવાઉં. ફિલ્મમાં મારા રોલને કેવોક આવકાર મળશે એ મુદ્દે હું અત્યારથી નર્વસ છું.
આ ફિલ્મમાં ફાતિમાએ ભાલાફેંક અને તલવારબાજીનાં થોડાંક દ્રશ્યો પણ કર્યાં છે. ફિલ્મ પૂરી થઇ ચૂકી છે અને હાલ પોસ્ટ પ્રોડક્શન્સમાં છે. દિવાળી પર આ ફિલ્મ રજૂ કરવાની એના સર્જકોની યોજના છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY