મુંબઈ,તા.૨૦
મહાનગરમાં ગણપતિ વિસર્જન વખતે ડિસ્ક જાકી (ડીજે) સિસ્ટમ અને ડોલ્બી સાઉન્ડનો ઉપયોગ કરવા પર મુંબઈ પોલીસે પ્રતિબંધ મૂક્્યો છે, પણ એના નિર્ણયની વિરુદ્ધમાં કેસ કરવામાં આવ્યો છે. મુંબઈ હાઈકોર્ટે કેસમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે.
માત્ર ગણેશ વિસર્જન વખતે જ નહીં, પણ ગણેશ ચતુર્થી તેમજ નવરાત્રી જેવા ઉત્સવો વખતે પણ ડીજે તથા હાઈ-વોલ્યૂમવાળી સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરવા પર મુંબઈ પોલીસે પ્રતિબંધ મૂક્્યો છે.
પોલીસના આ નિર્ણયને પ્રોફેશનલ ઓડિયો એન્ડ લાઈટિંગ એસોસિએશને હાઈકોર્ટમાં પડકાર્યો છે. એણે કોર્ટને કહ્યું છે કે આ પ્રતિબંધને દૂર કરવામાં આવે. હાઈકોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે.
મહારાષ્ટ્ર સરકાર વતી કોર્ટમાં ઉપસ્થિત રહેલા એડવોકેટ જનરલ આશુતોષ કુંભાકોનીએ દલીલ કરી હતી કે ડીજે સાઉન્ડ સિસ્ટમ્સ અવાજના પ્રદૂષણ વિરુદ્ધ ઘડવામાં આવેલા નિયમોનો ભંગ કરે છે. આવી સિસ્ટમ્સ નિશ્ચિત કરાયેલી મર્યાદા કરતાં વધારે પ્રમાણમાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે. આવી સિસ્ટમ વગાડવા દેવાથી લોકોનું મોટું ટોળું જમા થાય છે અને તેની સરખામણીમાં પોલીસ જવાનો ઓછી સંખ્યામાં હોવાથી ટોળાને વિખેરવાનું પોલીસો માટે મુશ્કેલ બની જાય. એને કારણે કાયદો અને વ્યવસ્થાની સમસ્યા સર્જાઈ શકે. માટે જ રાજ્ય સરકારે ડીજે અને ડોલ્બી સાઉન્ડ સિસ્ટમ્સના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





