૭ દેશોની પેનલ ડેટા પ્રાઈવસી અંગે ફેસબુકની પૂછપરછ કરશે
સનફ્રાન્સિસકો,તા.૨૭
ફેસબુક પર ૭ દેશોની પેનલની સુનાવણી પહેલા બ્રિટનની સંસદે કંપનીના ઘણાં દસ્તાવેજા જપ્ત કર્યા છે. સંસદના વિશેષ અધિકારો અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી છે. જે ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યા છે તે ક્રેબ્રિજ એનાલિટિકા વિવાદ સાથે જાડાયેલા ડેટા અને પ્રાઈવસી સંબધિત છે.
ધ ગાર્જિયનના જણાવ્યા પ્રમાણે, દસ્તાવેજામાં કંપનીના સીઈઓ માર્ક ઝકરબર્ગ અને તેમના અધિકારીઓની વચ્ચે થયેલી વાતચીતની ઈમેલમાં માહિતી છે.
મિડિયા રિપોર્ટસના જણાવ્યા પ્રમાણે, બ્રિટનનું કલ્ચર, મિડિયા એન્ડ સ્પોર્ટ સેલેકટ કમિટિના પ્રમુખ ડેમિયન કોલિંસે કહ્યું કે અમે ફેસબુક પાસેથી જવાબ પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહ્યાં છે અને અમને આશા છે કે આ દસ્તાવેજામાં ઘણી બધી માહિતી હશે. જયારે ફેસબુકે તમામ દાવાઓને ફગાવતા કહ્યું કે કંપની પોતાનો પક્ષ રાખીને પોતાને સાચી સાબિત કરશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






