માર્ક ઝુકરબર્ગે તેના મેજર્સને એપ્પલની જગ્યાએ એન્ડ્રોઈડ ફોન યુઝ કરવાનું કહ્યું
સાન ફ્રાન્સિસ્કો,તા.૧૫
ફેસબુક પર આરોપ છે કે તેણે એપ્પલ અને ગુગલની વિરિદ્ધ આર્ટિકલ લખવા માટે અમેરિકાની પીઆર ફર્મ ડિફાયનર્સ પબ્લિક અફેર્સ સાથે કોન્ટ્રાકટ કર્યો હતો. ન્યુયોર્ક ટાઈમ્સના રિપાર્ટમાં બુધવારે આ અંગેનો દાવો કરવામાં આવ્યો છે. તેના જણાવ્યા પ્રમાણે ઓક્ટોબર ૨૦૧૭માં એફબીએ ડિફાયનર્સની સાથે કામ વધાર્યું. ડિફાયનર્સ રિપબ્લિકન પાર્ટી સાથે જાડાયેલી ફર્મ છે.
એનવાઈટીના જણાવ્યા પ્રમાણે, ડિફાયનર્સે એપ્પલ અને ગૂગલના ઘણાં આર્ટિકલ લખ્યા હતા. સાથે જે ફેસબુક પર રશિયા વિશે ખોટી માહિતી આપવાના મામલાની અસર ઓછી કરવાની કોશિશ કરી. એફબીએ ડિફાયનર્સ દ્વાર એ વાતનો ફેલાવો કર્યો હતો કે એન્ટી ફેસબુક મુવમેન્ટ વધવા પાછળ રોકાણ અને સામાજિક કાર્યકર્તા જાર્જ સોરોસનો હાથ હતો. એનવાઈટીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ડિફાયનર્સે પત્રકારો પર એ લખવાનું દબાણ કર્યું કે ફેસબુકનો વિરોધ કરનાર સમુહની સાથે સોરોસનો આર્થિક સંપર્ક છે.
એનવાઈટીના જણાવ્યા પ્રમાણે ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે તેના મેનેજર્સને એન્ડ્રોઈડ ફોનનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો છે. કારણ કે એપ્પલના સીઈઓ ટિમ કુકે પ્રાઈવસીના મુદ્દે ફેસબુકની નીંદા કરી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




