સુપ્રિમ કોર્ટનો પ્રતિબંધ હોવા છતાં તાજમહેલમાં નમાઝ પઢતાં તણાવનો માહોલ

0
10

આ અંગેનો વીડિયો વાયરલ
ન્યુ દિલ્હી,તા.૧૫
આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધ છતાં પણ આગ્રા ખાતે તાજમહેલની અંદર નમાઝ પઢવામાં આવ્યા બાદ તણાવ ફેલાયો છે. તાજમહલ ઈંતજામિયા કમિટીના સભ્યોએ મંગળવારે પ્રતિબંધનુ ધરાર ઉલ્લંઘન કરીને તાજમહાલમાં નમાઝ પઢી હતી. છજીંના અધિકારીઓએ તેમને રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો. જાકે નમાઝ પઢનારા એકના બે થયા નહોતા. આ અંગેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
સુપ્રીમ કોર્ટે ૧૯ જુલાઈએ આદેશ આપીને કહ્યું હતુ કે માત્ર શુક્રવારે તાજમહાલ મસ્જિદમાં નમાઝ પઢવામાં આવશે અને સ્થાનિક લોકો જ નામઝ પઢી શકશે. જાકે મંગળવારે કેટલાક લોકો ત્યાં પહોંચી ગયા હતા.
બીજી તરફ બજરંગદળે આ હરકતનો વિરોધ કરીને કહ્યું છે કે તાજમહાલમાં જ્યારે અમે આરતી માટે માંગ કરી ત્યારે પરવાનગી અપાઈ નહોતી.હવે અમે પણ તાજમહેલમાં પૂજા કરીશું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY