વાનરે બે દિવસ પહેલા બાળકને મોતને ઘાટ ઉતાર્યુ હતુ
આગ્રા,તા.૧૫
તાજમહેલની નગરી આગ્રામાં આજકાલ વાંદરાઓનો આતંક છે.સોમવારે વાંદરાઓએ એક મહિલાના ખોળામાંથી ૧૨ દિવસના નવજાતને છીનવી લઈને તેને મારી નાંખ્યુ હતુ.
એ પછી વાંદરાઓએ એક મહિલા પર હુમલો કરીને તેનુ મોત નીપજાવ્યુ છે.ભૂરન દેવી નામની આ મહિલા ખેતરમાં ગઈ હતી ત્યારે વાંદરાઓએ તેના પર હુમલો કરી દીધો હતો.તેની બૂમો સાંભળીને આસપાસથી લોકો દોડ્યા ત્યારે તે સ્થળ પર લોહી લુહાણ હાલતમાં પડેલી મળી હતી.એ પછી સારવાર દરમિયાન તેનુ મોત થયુ હતુ.
ઉપરા છાપરી બે મોતથી લોકોમાં ભારે રોષ છે.વન વિભાગ અને આગ્રા કોર્પોરેશન વાંદરાઓની વધતી જતી સમસ્યા માટે એક બીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે અને બીજી તરફ લોકોનુ જીવવુ મુશ્કેલ બની ગયુ છે.લોકોએ પોતાના ઘરોને પાંજરા જેવા બનાવી લીધા છે.જેથી વાંદરાઓ ઘરમાં ના ઘુસી શકે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



